શોધખોળ કરો
છત્તીસગઢમાં દોઢ દાયકા બાદ કોંગ્રેસની સત્તા વાપસી, જાણો કોણ કોણ છે CM રેસમાં
1/5

ટીએસ સિંહદેવઃ અંબિકાપુર વિધાનસભા સીટ પરથી ચૂંટમી મેદાનમાં ઉતરેલા વરિષ્ઠ નેતા ટીએસ સિંહદેવ મુખ્યમંત્રીની રેસમાં પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 2013ની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તેમને વિધાયક દળના નેતા બનાવ્યા હતા. સરળ સ્વભાવના કારણે સિંહદેવ સૌની પસંદ બનીને ઉભરી આવ્યા છે. સિંહદેવ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે.
2/5

તામ્રધ્વજ સાહુઃ સરળ સ્વભાવના હોવાના કારણે તેઓ કોંગ્રેસના સીએમ પદના દાવેદારની રેસમાં સામેલ છે. કોંગ્રેસની ઓબીસી વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે એક મોટા વર્ગમાં તેમની સારી પકડ છે. 2014 લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢમાંથી કોંગ્રેસમાંથી જીતનારા એકમાત્ર સાંસદ હતા.
Published at : 11 Dec 2018 04:54 PM (IST)
Tags :
Raman SinghView More





















