શોધખોળ કરો
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસીય ભારત યાત્રા પર, PM મોદીએ કર્યું સ્વાગત
1/4

19મું ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સમ્મેલન શુક્રવારે યોજાશે. આ સમ્મેલનમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં મુખ્ય મુદ્દો મિલિટરી હથિયારોનો રહેશે. આ સિવાય રશિયન રક્ષા કંપનીઓ સામે અમેરિકાના પ્રતિબંધોને ધ્યાને રાખી મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય રક્ષા મદદની સમીક્ષા કરવામાં આવી શકે છે.
2/4

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની બે દિવસીય ભારત યાત્રાએ છે. ગુરુવારે તેઓ ભારત આવી પહોંચ્યા હતા. અહીં તેમનું વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અને વડાપ્રધાને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ગળે મળીને તેમના હાલચાલ પુછ્યા હતા. પુતિનની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.
Published at : 04 Oct 2018 10:15 PM (IST)
View More





















