શોધખોળ કરો
નવજોત સિંહ સિદ્ધુની વધી શકે છે મુશ્કેલી, 30 વર્ષ જૂનો કેસ ફરી ખુલશે, જાણો વિગત
1/4

27 ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલામાં સડક પર 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે વિવાદ બાદ સિદ્ધુએ તેને મુક્કો માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ ગત સુનાવણી દરમિયના સિદ્ધુ દ્વારા 2012માં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂને પુરાવા તરીકે રજૂ કર્યો હતો. જેમાં સિદ્ધુએ સ્વીકાર્યું હતું કે ગુરનામ સિંહને મારવાના કારણે જ તેનું મોત થયું હતું.
2/4

નવી દિલ્હીઃ પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને 30 વર્ષ જૂના રોડ રેજ મામલામાં મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ સિદ્ધુને સંભળાવવામાં આવેલી સજા પર ફરીથી વિચાર કરવા સહમત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
Published at : 13 Sep 2018 09:26 AM (IST)
View More





















