શોધખોળ કરો
Aadhaarને લઈને સુપ્રીમનો મહત્ત્વનો નિર્ણય, જાણો હવે આધાર ક્યાં જરૂરી અને ક્યાં નહીં
1/4

કોર્ટે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓ, ઈ-કોમર્સ ફર્મ, પ્રાઈવેટ બેંક અને અન્ય કોઈપણ કંપની કે સંસ્થા આધાર માગી ન શકે. ચૂકાદો આપતા કોર્ટે કહ્યું કે, સામાન્ય લોકોના હિત માટે આધાર કામ કરે છે અને તેનાથી સમજના વંચિત રહેલા લોકોને ફાયદો થશે. આધારનો ડેટા 6 મહિનાથી વધારે સ્ટોર નહીં કરી શકાય. 5 વર્ષ સુધી ડેટા રાખવો બેડ ઇન લો છે. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને રદ્દ કરતાં કહ્યું કે, પ્રાઈવેટ કંપનીઓ આધાર માગી ન શકે. આધાર પર હુમલો બંધારણની વિરૂદ્ધ છે. તેના ડુપ્લિકેટ થવાનું કોઈ જોખમ નથી. આધાર એકદમ સુરક્ષિત છે. લોકસભામાં આધાર બિલને નાણાંકીય બિલ તરીકે પાસ કરવાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યું.
2/4

જોકે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, મોબાઈલ સિમ, બેંક એકાઉન્ટ સાથે આધારને લિંક કરવું ફરજિયાત નથી. ઉપરાંત શાળામાં એડમીશન લેવા માટે પણ આધાર જરૂરી નથી. સીબીએસઈ, નીટ અને યૂજીસી પરીક્ષાઓ માટે પણ આધાર જરૂરી છે. કોર્ટે કહ્યું કે, 14 વર્ષથી નાના બાળકોની પાસે આધાર ન હોવા પર તેને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી જરૂરી સેવાઓથી વંચિત ન રાખી શકાય.
Published at : 26 Sep 2018 12:18 PM (IST)
View More





















