નોંધનીય છે કે, રવિશંકાર પ્રસાદે વૉટ્સએપ પ્રમુખ ક્રિસ ડેનિયલ્સને 21 ઓગસ્ટે આ જ સિલસિલામાં મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, વૉટ્સએપ પર મૉબ લિંચિંગ અને ફેક ન્યૂઝને રોકવા માટે કડક થવાની જરૂર છે, આવામાં આ બધી વસ્તુઓને રોકવા માટે કામ કરવું જરૂરી છે.
3/6
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મૉબ લિંચિંગની ઘટનાઓ માટે વૉટ્સએપ એક ફરિયાદ અધિકારી નિયુક્ત કરવા માટે કહ્યું હતું, પણ અઠવાડિયા પછી પણ કોઇ નિયુક્ત ના થઇ તો સુપ્રીમ કોર્ટે આ ઠપકો આપતા નૉટિસ ફટકારી દીધી છે.
4/6
નોંધનીય છે કે, વૉટ્સએપ પર ફેક મેસેજીસના કારણે દેશભરમાં કેટલીય જગ્યાઓએ મૉબ લિંચિંગની ઘટનાઓ ઘટી છે, જેમાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
5/6
સુપ્રીમ કોર્ટે આ માલે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને પણ કારણ દર્શક નૉટિસ પાઠવી છે અને તેમને 4 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.
6/6
નવી દિલ્હીઃ ફેક ફોર્વર્ડ મેસેજીસ પર લગામ લગાવવાને લઇને સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરતાં વૉટ્સએપને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નૉટિસ આપીને વૉટ્સએપ પાસે ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે કે, કેમ તમે ભારતમાં ગ્રીવાન્સ ઓફિસર, ફરિયાદ અધિકારીની નિયુક્તિ નથી કરી. આ કારણે હવે ભારતમાં વૉટ્સએપની મુશ્કેલીઓ વધી છે.