લિસ્ટમાં શિવરાજ સિંહ ચૌહાન કેબિનેટમાં મંત્રી રહેલા માયા સિંહની પણ ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે માયા સિંહના બદલે કોર્પોરેટર સતીશ સિકરવારને ટિકિટ ફાળવી છે. માયા સિંહ ગ્વાલિયર પૂર્વથી ચૂંટણી લડતા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન તેમની પરંપરાગત સીટ બુધની જ ચૂંટણી લડશે.
7/7
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ માટે 28 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ માટે ભાજપ દ્વારા 177 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 2 મંત્રી સહિત 27 ધારાસભ્યોને ટિકિટ ફાળવવામાં આવી નથી.