અનામતનો લાભ લેવા માટે પાસબુક, ચેકબુક અને આધારકાર્ડ અને ઇન્કમટેક્સ રિટર્ન પણ બતાવવું પડશે. આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ અને પાનકાર્ડની પણ આ સુવિધાનો લાભ લેવા માટે કોપી આપવી પડશે.
2/3
નવીદિલ્હીઃ લોકસભા ચુંટણી પહેલા સરકારે એક મોટી રાજકીય રમત રમી છે. આર્થિક રીતે પછાત ઊંચી જાતિને રીઝવવા માટે સરકારે અનામત આપવાની જાહેરાત કરી છે. કેબિનેટને આર્થિક રીતે પછાત ઊંચી જાતિના લોકોને 10 ટકા અનામતની મંજૂરી આપી દીધી છે. આ અનામતનો લાભ તેવા લોકોને મળશે કે જેની વર્ષની આવક 8 લાખથી ઓછી હોય. તે પહેલા ગરીબ સવર્ણો માટે અનામતની માંગને SC/STની રાજનીતિ કરનાર નેતાઓ વ્યાજબી ગણાવી ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે.
3/3
કોને મળશે અનામતનો લાભઃ જેની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે - જેની પાસે પાંચ એકરથી ઓછી જમીન ધરાવનારા સવર્ણોને મળશે લાભ - 1,000 સ્કેવર ફૂટથી નાનું મકાન ધરાવનારા - સવર્ણોને મળશે લાભ - 109 યાર્ડ કરતા નાના પ્લોટ ધારકોને મળશે લાભ.