શંકરાચાર્યએ કહ્યું, આજે રામ મંદિર માટે કોઇ વાત થઈ નથી રહી. આ વાત સાધુ સંતો, શ્રદ્ધાળુઓના હૃદયમાં ખૂંચી રહી છે. આઝાદી બાદથી તેઓ રામ મંદિરનો રાગ આલાપતા આવ્યા છે. પહેલા બહુમત નહીં હોવાની વાત કહીને બચતા હતા. હવે પૂર્ણ બહુમત હોવા છતાં કંઈ કરતા નથી.
2/3
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા જાહેર થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પહેલા ભાજપ સ્તામાં હતી. જે અંગે ગોવર્ધન પુરી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અધોક્ષજાનંદે કહ્યું કે, ધર્મના નામે ખોટું બોલીને શાસક પક્ષે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપે જેટલી પણ વાતો કરી તેમાંથી કોઈના પર અલમ નથી કર્યો. અહીંયા લોકો ભૂખ્યા-તરસા રહી શકે છે પરંતુ ધર્મના નામને લઈ ખોટું સહન કરી શકતા નથી.
3/3
શંકરાચાર્ય અધોક્ષજાનંદે કહ્યું કે, ગંગા માટે હજારો-કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. દરેક રાજ્યના લોકો કુંભ મેળામાં આવશે. આ લોકો જાણે છે ગંગાનું જળ પ્રદૂષિત છે તેમ છતાં તેના જળમાં સ્નાન કરશે અને તેનું પાન કરશે. આ ગંગા માટે પણ ખોટું બોલવામાં આવ્યું,