શિવસેનાએ આ તીખી ટિપ્પણી પાર્ટીના મુખપત્ર ‘સામના’ અને ‘દોપહર કા સામના’માં પ્રકાશિત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસ શનિવારે એક સર્વદળીય બેઠકની તૈયારીમાં છે. જેમાં આ મુદ્દાનું નિવારણ લાવી શકાય. મુંડેએ કહ્યું હતું કે આ મામલે વડાપ્રધાન મોદી સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જેના બાદ મુંડેના નિવેદનને વ્યાપક રૂપ આપતા શિવસેનાએ કહ્યું કે ફડણવીસ આવું કેમ નથી કરતા.
2/3
પંકજા મૂંડેના નિવેદનને સમર્થન આપતા શિવસેનાએ કહ્યું કે જો મૂંડેને એક કલાક માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી નહી આવે. તેઓ તત્કાલિક ફાઈલ પર સહી કરી દેશે અને મરાઠા અનામતનો મુદ્દો જ શાંત થઈ શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો પંકજા મૂડે આ દાવો કરી રહી છે, જે તે આવું કરી શકે છે તો ફડણવીસ કેમ નહીં?
3/3
મુંબઈ: શિવસેનાએ ફરી એકવાર સત્તારુઢ સહયોગી ભારતીય જનતા પાર્ટી પર મરાઠા અનામતને લઈને પ્રહારો કર્યા છે, શિવસેનાએ સલાહ આપતા કહ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પંકજા મુંડેને સર્વસમ્મતિથી એક કલાક માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે જેથી અનામતની ફાઈલને મંજૂરી આપી શકાય. મહારાષ્ટ્રની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી પંકજા મુંડેએ ગુરુવારે આ નિવેદન આપીને રાજકીય ભૂંકપ લાવી દીધો છે કે, જો મરાઠા અનામતની ફાઈલ તેમની પાસે આવતી તો તેઓ સંકોચ રાખ્યા વગર મંજૂરી આપી દેત.