શિવસેનાએ મોદી સરકારને આડેહાથે લેતા તેમના મુખપત્ર સામનામાં કહ્યું છે કે, આ છે મોદી સરકારના સારા દિવસો, અમૃતસર રેલ દૂર્ઘટનાને ઉલ્લેખીને લખાયું છે કે, આ છે લોહીથી લખાયેલા મોદી સરકારના અચ્છે દિન. આ લેખને 'રક્તરંજિત અચ્છે દિન' શીર્ષક સાથે લખવામાં આવ્યો છે.
2/4
3/4
લેખમાં લખવામાં આવ્યું છે કે, ''જયલિયાવાલા બાગ હત્યાકાંડની યાદ અપાવનારી ભયંકર ઘટના ઘટી છે. જલિયાવાલા બાગ બ્રિટિશ શાસનમાં થયો હતો, અમૃતસરનો હત્યાકાંડ સ્વરાજમાં થયો છે. એટલે કે આઝાદી પ્રાપ્ત થાય બાદ પણ કીડા-મકોડાની જેમ જનતાનું મરવાનું હજું ચાલુ જ છે.''
4/4
નવી દિલ્હીઃ અમૃતસર રેલ દૂર્ઘટના પર હજુ પણ રાજનીતિ બંધ થવાનું નામ નથી લેતી, 62 લોકોના મોત બાદ કોઇપણ આ દૂર્ઘટનાની જવાબદારી લેવા તૈયાર નથી. હવે કેન્દ્રની મોદી સરકાર પર તેના જ સહયોગી પક્ષ શિવસેનાએ હુમલો કર્યો છે. શિવસેનાએ સામનામાં મોદી સરકારને આ મુદ્દે ટાર્ગેટ કરી છે.