આ ક્વાયતના ભાગરૂપે રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. ડિસેમ્બરમાં યોજાયેલી આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી.
3/4
ભાજપના મહામંત્રી અરૂણ સિંહે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વસુંધરા રાજે રાજસ્થાનના રાજકારણમાંથી ખસવા તૈયાર નથી તે જોતાં આ નિમણૂકના મામલે વિવાદ થઈ શકે છે.
4/4
નવી દિલ્લીઃ ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ત્રણ માજી મુખ્યમંત્રીઓને રાજ્યના રાજકારણમાંથી દૂર કરીને તેમના સ્થાને યુવા નેતાગીરીને આગળ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ત્રણેય ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યોમાંથી ખસેડીને દિલ્હી બોલાવી લેવાયા છે.