મથુરા: સમગ્ર વિશ્વ વ્રજમંડળ કાનૂડાના જન્મની પ્રતિક્ષાના ઉલ્લાસમાં ડૂબ્યું હતું. કૃષ્ણ ભક્તોની ખુશી અને આયોજન જોઇને લાગી રહ્યું હતું કે, જાણે તેમના ઘરે જ નંદલાલાનો જન્મ થયો હોય. દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ મથુરા, વૃંદાવન અને જનપદના દરેક તીર્થસ્થળમાં ઉમટી પડ્યા હતા. બંને ધર્મો નગરીઓમાં મુખ્ય મંદિરોમાં આવનાર રસ્તાઓ પર તીર્થયાત્રીઓનું ભારે ભીડ જામી હતી.રાતના 12 વાગ્યે કૃષ્ણના જન્મ સાથે હર્ષો ઉલ્લાસ વધારે જોવા મળ્યો હતા
2/5
વ્રજ વાસીઓના ઘરે ઘરે જન્માષ્ટમીના પર્વ વચ્ચે ભગવાનના પ્રાગટ્યના ઉત્સવ મનાવવામાં આવ્યો. શહેરના તમામ મંદિરો અને ભક્તોના ઘર આંગણા પ્રભુમય થઇ ગયા હતા. માત્ર મંદિરોમાં જ નહી પણ પોતાના ઘરોમાં પણ ઘંટ, શંખ, મંજીરીથી લાખો ભક્તો જયઘોષના સાથે જન્મોત્સવ ઉજવ્યો.
3/5
ભક્તોની પ્રતિક્ષાનો સમય પૂર્ણ થતા રાતે 12 વાગ્યે નંદલાલનું પ્રાગટ્ય થયું અને શંખનાદ અને ઘંટની ધ્વનિથી ધરતી-આકાશ ગૂંજી ઉઠ્યું. ભક્તો કનૈયાના દિવ્ય દર્શન કરી ધન્ય થયા. ચારેબાજૂ જયકાર ગૂંજી ઉઠ્યો હતો.
4/5
શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણ શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર 210 ફૂટ ઉંચાઈ પર સ્થિત ભાગવત-ભવન છે. જ્યાં રાધા કૃષ્ણની અદ્વિતિય વૈભવશાળી પ્રતિમાંની પૂજા સેવા કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ અભિષેક 51 કિલો ચાંદીથી નિર્મિત તથા સુવર્ણ પત્રોથી સજાવેલ કામધેનું ગાયના ઝરતા દૂધથી કરવામાં આવ્યુ.
5/5
શ્રી કૃષ્ણ બલરામ મંદિર તથા બાંકેબિહારી મંદિર સાથે વિદેશી ભક્ત પણ કૃષ્ણ સાથે જન્મના ઉત્સવ મનાવવા માટે કોઇ પાછળ નહી રહ્યાં. ચારે બાજૂ ભગવાનના જન્મની ખુશિયો છવાયેલી હતી. આ અવસર પર મથુરાના શ્રીકૃષ્ણ જન્મસ્થાન પરિસર, દ્વારકાધીશ મંદિર, વૃંદાવનના બાંકબિહારી મંદિર, રાધારમણ મંદિર, રાધાવલ્લભ મંદિર, ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર, ગોવર્ધનના દાનબિહારી મંદિર, ગોકુળ તથા નંદગામના તમામ મંદિરોમા ધૂમ ધામથી ઉજવવામાં આવ્યો.