દક્ષિણ 24 પરગના જિલ્લામાં સીપીએમ કાર્યકર્તાનો ઘરો સળગાવાયા છે. કાર્યકર્તા અને તેની પત્નીની હત્યા કરવામાં આવી છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં ભાજપી કાર્યકર્તા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. બન્ને ઘટનાઓમાં મમતા બેનર્જીની પાર્ટીના કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યો છે.
3/8
તંત્ર તરફથી સુરક્ષાના પર્યાપ્ત બદોબસ્ત કરવામાં આવ્યા હતા પણ હિંસક ઘટનાઓ બાદ આખા વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ અનુસાર આજે 621 જિલ્લા પંચાયતો, 6,157 પંચાયત સમિતિઓ અને 31,827 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યું છે.
4/8
અધિકારીઓ જણાવ્યું કે, આ જિલ્લાના ભાવનગમાં પોલીસે અથડામણ બાદ ભીડને દુર કરવા માટે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડ્યા હતા. પંચે ઘટના સંબંધિત પોલીસને એક રિપોર્ટ આપવાનું કહ્યું છે.
5/8
હિંસા પર ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું, ''મતદાન શરૂ થવાના ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં રાજ્ય ચૂંટણી પંચને અનેક જિલ્લાઓમાંથી હિંસાની ફરિયાદો મળવા લાગી હતી. પંચે પોલીસને કાર્યવાહી કરવા માટે કહ્યું. ઉત્તર 24 પરગના, વર્ધ્યમાન, કુચવિહાર અને દક્ષિણ 24 પરગના જિલ્લામાં હિંસાના રિપોર્ટ મળ્યા છે.
6/8
કુચ બેહારમાં પશ્ચિમ બંગાળ સરકારે ઉત્તર બંગાળ વિકાસ મંત્રી રવિન્દ્રનાથ ઘોષે બીજેપી કાર્યકર્તાઓને બધાની સામે થપ્પડ મારી દીધી. મુર્શિદાબાદમાં કેટલાય મતદાન કેન્દ્રો પર મતપત્રોનો તળાવમાં ફેકી દેવામાં આવ્યા, ત્યારબાદ તે કેન્દ્રો પર વૉટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યુ હતું.
7/8
મતદાન ટકાવારીની વાત કરીએ તો સવારે 11 વાગ્યા સુધી 26% વૉટિંગ થયું. વોટોની ગણતરી 17 મેએ થશે. 2019 માં લોકસભા ચૂંટણીને ધ્યામાં રાખીને આ ચૂંટણી ખુબજ મહત્વની માનવામાં આવે છે. આ ચૂંટણી માત્ર એક તબક્કામાં જ થઇ રહી છે.
8/8
નવી દિલ્હીઃ લાંબી કાયદાકીય લડાઇ બાદ આજે પશ્ચિમ બંગાળમાં પંયાચત ચૂંટણી થઇ રહી છે, પણ આખી ચૂંટણી હિંસાની ઝપેટમાં આવી ગઇ છે. હિંસા એટલી વકળી છે કે લગભગ 6 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ ઉપરાંત અલીપુરદ્વારમાં પાંચ પત્રકારો પણ ઘાયલ થયા છે.