શોધખોળ કરો
સ્મૃતિ ઈરાની મોદીની 'ગુડ બુક' માં નથી? ક્યા મહત્વના હોદ્દા પરથી ખસેડી દેવાયાં? જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ એકસમયે મોદીના ખાસ ગણતા નેતામાં સૌથી ટૉપ પર રહેનારી સ્મૃતિ ઇરાની હવે મોદીની ગુડ બુકમાં નથી એવું લાગી રહ્યું છે. રવિવારે સ્મૃતિ ઇરાનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્મૃતિ ઇરાની પાસેથી વધુ એક હોદ્દો છીનવી લેવાયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી-પ્રસારણ મંત્રાલય છીનવી લીધા બાદ રવિવારે તેમને નીતિ ઓયોગના ખાસ આમંત્રિત સભ્ય પદથી દુર કરી દેવાયા છે, હવે તેમની જગ્યાએ પ્રકાશ જાવડેકર આ પદ સંભાળશે.
2/6

કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, 'સ્મૃતિ ઇરાની પર પોતાના સાંસદ નીધિનો દુરપયોગનોનો પણ આરોપ લગાવ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાની પર ચાવડાએ આરોપ લગાવ્યો, 'સ્મૃતિ ઇરાની અને તેમના સ્ટાફે શારદા મજૂર કામદાર સહકારી મંડળીનો ઠેકો આપવા માટે અધિકારીને મજબૂર કર્યા.'
Published at : 11 Jun 2018 10:25 AM (IST)
Tags :
Niti AayogView More





















