શોધખોળ કરો
કર્ણાટકઃ સિદ્ધગંગા મઠના મહંત શિવકુમાર સ્વામીનું 111 વર્ષની વયે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
1/4

તુમકુરુ આવતાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વાર વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ સ્વામીના અંતિમ દર્શન કરી શકે તે માટે આ બસો રાજ્યના વિવિધ શહેરોમાંથી દોડાવામાં આવશે. કર્ણાટકના તમામ જિલ્લામાં મઠોની જાળ ફેલાયેલી છે. જાતીય સમીકરણોના આધારે મઠોનું પ્રભુત્વ છે. રાજ્યમાં સૌથી વધારે દબદબાવાળા લિંગાયત સમુદાયની સંખ્યા 18 ટકા છે. આ સમુદાયનો મુખ્ય મઠ સિદ્ધગંગા બેંગલુરુથી આશરે 80 કિમી દૂર તુમકુરુમાં છે. આ મઠને ભાજપ સમર્થક માનવામાં આવે છે.
2/4

શિવકુમાર સ્વામીને વડા પ્રધાન મોદી સહિત અનેક નેતાઓ પોતાના ગુરૂ માનતા હતા. વર્ષ 2007માં તેમના 100માં જન્મદિવસ પર કર્ણાટક સરકારે તેમને 'કર્ણાટક રત્ન' પુરસ્કારથી નવાજ્યા હતા. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.
Published at : 21 Jan 2019 04:30 PM (IST)
View More





















