શોધખોળ કરો
આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કર્યો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો તમે
1/5

બેન્ચે કહ્યું કે, વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો, પરંતુ તમે તેનો ઉપયોગ મોબાઈલ યુઝર્સ માટે આધાર ફરજિયાત કરવા માટે હથિયાર તરીકે કર્યો. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ સિવાય જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એ.એન.ખાનવિલકર, જસ્ટિર ડી.વાય.ચંદ્રચૂર અને જસ્ટિસ એ.કે.ભૂષણ શામેલ છે.
2/5

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ કાઢ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત જોડવાના સરકારના નિર્ણય પર સવાલ કર્યા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાધીશોની પીઠે કહ્યું કે લોકનીતિ ફાઉન્ડેશન દ્વારા જનહિત અરજી પર તેમના આદેશમાં કહેવામાં આવ્યુ હતું કે, મોબાઈલનો ઉપયોગ કરનારા લોકોએ રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં વેરિફિકેશન કરાવવું જરૂરી છે.
Published at : 26 Apr 2018 12:15 PM (IST)
View More





















