શોધખોળ કરો
તાજમહેલમાં બહારના લોકો નમાજ અદા કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
1/3

ગત વર્ષે તાજમહેલને લઈને એક નવો વિવાદ શરૂ થયો હતો જ્યારે ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર ધબ્બો ગણાવ્યો હતો. વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલની સુંદરતાને જોવા માટે દર વર્ષે લાખો ભારતીય અને વિદેશી પર્યટકો આવે છે.
2/3

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે આ સાત અજાયબીમાં સામેલ છે, અહીં નમાઝ ન પઢી શકાય. નમાઝ અન્ય કોઈ સ્થળે પણ પઢી શકાય છે. જો કે સ્થાનિક નમાઝી હજુ પણ નમાઝ અદા કરી શકે છે. નોંધનીય છે કે સ્થાનિક નમાઝીઓએ એક અરજી કરી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમની સાથે સાથે બહારના લોકોને પણ નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવે.
Published at : 09 Jul 2018 03:15 PM (IST)
View More





















