શોધખોળ કરો
દિલ્હીનો બૉસ કોણ? ચૂંટાયેલી સરકાર કે ઉપરાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ કરશે નિર્ણય

1/5

સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ આ મામલે આજે સાડા દસ વાગે પોતાનો નિર્ણય સંભળાવશે. પાંચ જજોની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની સાથે જસ્ટીસ એકે સીકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણ સામેલ છે.
2/5

આમ એલજી અને દિલ્હી સરકારની લડાઇ હાઇકોર્ટમાં ગઇ અને હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. જેને લઇને આજે મોટો નિર્ણય આવી શકે છે.
3/5

નવી દિલ્હીઃ એકતરફ સત્તાધારી આમ આદમી પાર્ટી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા મેદાને પડી છે, તેને લઇને અભિયાન ચલાવી રહી છે, ત્યારે આજે આ કેન્દ્રશાસિત પ્રદેશ પર ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીના અધિકારોના સંબંધમાં સુપ્રીમ કોર્ટ આજે મોટો નિર્ણય કરવા જઇ રહી છે. ત્યારબાદ સીએમ અને એલજી વચ્ચે હંમેશા માટે દેખાતા ટકરાવમાં થોડી કમી આવી શકે છે.
4/5

અગાઉ આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં હતો, જ્યાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો હતો. દિલ્હી સરકાર સામે ઉપરાજ્યપાલની વચ્ચેના અધિકારોની લડાઇ પર નિર્ણય સંભળાવતા દિલ્હી હાઇકોર્ટે 4 ઓગસ્ટ, 2016એ કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ દિલ્હીના વહીવટી પ્રમુખ છે અને દિલ્હી સરકાર એલજીની મરજી વિના કાયદો નથી બનાવી શકતી.
5/5

હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, એલજી દિલ્હી સરકારના નિર્ણયને માનવા માટે કોઇપણ રીતે બંધાયેલા નથી. તે પોતાના વિવેકના આધારે નિર્ણય લઇ શકે છે. જ્યારે દિલ્હી સરકારને કોઇપણ નોટિફિકેશન જાહેર કરતાં પહેલા એલજીની સહમતી લેવી જ પડશે.
Published at : 04 Jul 2018 10:08 AM (IST)
Tags :
Supreme Courtવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
