શોધખોળ કરો
તમિલનાડુઃ વાવાઝોડુ ગાજા આજે ત્રાટકશે, 100 km/hની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
1/4

તમિલનાડુ સરકાર પહેલાથી જ 30,500 રાહત-બચાવ કર્મી તહેનાત કરવાની જાહેરાત કરી ચુકી છે. તંજોર, તિરુવરુર, પુડ્ડુકોટ્ટઈ, નાગપટ્ટિનમ, કુડ્ડલૂર અને રામનાથપુરમના કલેકટરોએ ગુરુવારે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયને ડેમ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.
2/4

જે વિસ્તારમાં ડેમ આવેલા છે ત્યાં ભારે વરસાદના કારણે માત્ર 24 કલાકમાં જ તે સંપૂર્ણ ભરાઈ શકે છે. તેથી સરકારે ઉપરોકત સૂચના આપી છે. આ ઉપરાંત સરકારે ઓઈલ કંપનીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેમને ઈંધણનો પૂરતો જથ્થો રાખવા જણાવ્યું છે.
3/4

ચેન્નઈઃ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડુ ગાજા ચેન્નાઈથી આશરે 380 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ અને નાગાપટ્ટિનમથી 400 કિમી દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત છે. આજે તે કુડ્ડલુર તથા પમ્બાન વચ્ચે આવી પહોંચી શકે તેમ છે. જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. હાલ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
4/4

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાતી તોફાના ગાજા ગુરુવારે સાંજે કે રાતે પમ્બાન તથા કુડ્ડલૂર વચ્ચેનો દરિયા કાંઠો પસાર કરી શકે છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
Published at : 15 Nov 2018 08:43 AM (IST)
Tags :
TamilnaduView More





















