શોધખોળ કરો
તિરુપતિમાં અમિત શાહના કાફલા પર હુમલો, ટીડીપીના કાર્યકર્તાએ લગાવ્યા ગો બેકના નારા
1/4

જણાવી દઈએ કે, ગત મહિને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેના બાદ ભાજપેના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનથી ટીડીપી અલગ થઈ ગઈ હતી. સીએમ નાયડૂએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ 2014માં કરેલા વચનો પૂરા કર્યા નથી.
2/4

ટીડીપીના કાર્યકર્તાઓ હાથમાં કાળા વાવટાં લઈને રસ્તા પર આવી ગયા હતા અને ‘અમિત શાહ વાપસ જાઓ’,‘હમ ન્યાય ચાહતે હૈ’ ના નારા લાગ્યા હતા. પોલીસ આ પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કોઈએ પથ્થરમારો કર્યો હતો જેનાથી કાફલામાં શામેલ એક ગાડીની બારીનો કાંચ ટૂંટી ગયો હતો. જ્યારે કેટલાક સ્થાનીય ભાજપના નેતાઓ કારમાંથી ઉતરીને પ્રદર્શનકારીઓ સાથે હાથપાઈ પણ કરી હતી.
Published at : 11 May 2018 08:11 PM (IST)
View More





















