શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી જ્યારે સંન્યાસ લેશે એજ દિવસે ભાજપની કઈ મહિલા નેતા રાજકારણને અલવિદા કહેશે, જાણો કોણ છે
1/4

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અગામી ચૂંટણી અમેઠીમાંથી લડશે. ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, આ વાતનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. તેની સાથે જ સ્મૃતિએ કહ્યું કે, 2014માં જ્યારે હું ચૂંટણી લડી રહી હતી ત્યારે તેઓ પૂછી રહ્યા હતા કે સ્મૃતિ કોણ છે. 2019માં હવે તે લોકો એ વાત જાણી ચુક્યા છે કે હું કોણ છું.
2/4

સ્મૃતિએ કહ્યું હતું કે, જ્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) નરેન્દ્ર મોદી રાજનીતિમાંથી સંન્યાસ લેશે ત્યારે હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહી દઈશ. કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ મોદી ઉપરાંત ક્યા નેતા નીચે કામ કરવા માંગે છે તો તેમણે જણાવ્યું હતું કે, શું હું અત્યારે રાજનાથ સિંહજી, નીતિન ગડકરી જેવા નેતાઓ નીચે કામ નથી કરી રહી? છેલ્લા 18 વર્ષમાં મેં સંગઠનના અનેક નેતાઓ સાથે કામ કર્યું છે. મને વાજપાયી અને અડવાણી જેવા નેતાઓ નીચે પણ કામ કરવાનો મોકો મળ્યો છે.'
Published at : 04 Feb 2019 11:02 AM (IST)
View More




















