દારુડિયા મુસાફરની આ હરકતથી એર ઇન્ડિયા ઇન્ટરનેશનલને મહિલા મુસાફરની માફી માગવી પડી હતી. ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન પાસેથી ખુલાસો માગ્યો હતો. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમજ મુસાફરને ભોગવવી પડેલી મુશ્કેલી બદલ માફી માગીએ છીએ.
2/5
એર ઇન્ડિયા પર માત્ર સીટ જ બદલી આપવાનો આક્ષેપ કરી તેણે લખ્યું હતું કે નવી દિલ્હીમાં આવ્યા પછી વ્હીલચેરમાં મારી રાહ જોઇ રહેલી મારી માતાએ એ પેસેન્જરને તેમની પાસેથી જતા પણ જોયો હતો, કોઇએ એને રોક્યો નહતો.
3/5
ત્યાર પછી એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે ૩૦ ઓગસ્ટની વિમાનની એ ઘટના અંગે ખુબ જ દિલગીર છીએ. એ મુસાફરને ભોગવવી પડેલી મુશ્કેલી બદલ અમે દિલગીર છીએ. ઉપરાંત નવી દિલ્હીમાં વિમાને ઉતરાણ કર્યું તે પહેલા અમારો સ્ટાફ પણ એ ગંદકીને દૂર કરવા તરત જ એ બેઠક પર દોડી ગયું હતું.
4/5
ઘટના ૩૦ ઓગસ્ટની છે જ્યારે એર ઇન્ડિયાના ફલાઇટ ઓઆઇ૧૦૨ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. મહિલા પેસેન્જરની પુત્રી એ વિમાનમાં બનેલી ઘટના અંગે ટ્વિટ કર્યું હતું. તેણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને લખ્યું હતું કે એકલી મુસાફરી કરી રહેલી મારી માતાને એ વખતે ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી જ્યારે તેમની પાસે બેઠેલા એક દારુડિયા પુરુષ પેસેન્જરે પેન્ટ ખોલીને સીટ પર જ પેશાબ કર્યો હતો.
5/5
નવી દિલ્હીઃ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જર સાથે દારુડિયાની અજીબોગરીબ હરકતથી એર ઇન્ડિયા ફરી ચર્ચામાં આવ્યું છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં મહિલા પેસેન્જર પાસે બેઠેલા એક દારુડિયા મુસાફરે તેની સીટ પરજ પેશાબ કરી દેવાની ઘટના સામે આવી છે.