નવી દિલ્હીઃ કોગ્રેસે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ઝેર ગણાવતા કહ્યુ હતું કે, પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને ચાખવું જોઇએ નહીં. સૂત્રોના મતે કોગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે તેઓ આરએસએસના કાર્યક્રમમાં જાય નહીં. પાર્ટી નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, આરએસએસ એક ઝેર છે, આ સૌ કોઇ જાણે છે. જો તમે જાણો છો કે સામે ઝેર છે તો તમારે તેને ચાખવાની જરૂર નથી કારણ કે ઝેર ચાખવાનું પરિણામ સૌ કોઇ જાણે છે.
2/3
નોંધનીય છે કે રાહુલ ગાંધી આરએસએસ પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. એટલે સુધી કે આરએસએસની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. રાહુલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. આરોપને લઇને રાહુલ વિરુદ્ધ મહારાષ્ટ્રના ભિવંડીમાં કેસ ચાલી રહ્યો છે.
3/3
સાથે તેમણે કહ્યું કે, આરએસએસ પોતાની વિચારધારા ફેલાવવા માંગે છે, અમે તેમાં ભાગીદાર કેમ બનીએ? આખરે આ તોડવાની અને બંધારણના બદલે મનુ સ્મૃતિને માનનારી વિચારધારા છે. એક રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીને આરએસએસ એક કાર્યક્રમ માટે આમંત્રણ આપી શકે છે. સંઘ આગામી મહિને 17-19 સપ્ટેમ્બર દરમિયાન ‘ભારત કા ભવિષ્ય: આરએસએસ કા નજરિયા ’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવા જઇ રહ્યું છે જેમાં તે કોગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોને આમંત્રિત કરી શકે છે.