શોધખોળ કરો
33 ઉત્પાદનો પર ઘટાડાયો જીએસટી, જાણો કઇ કઇ ચીજો થઇ સસ્તી?
1/3

જેટલીએ કહ્યું કે, હવે ફક્ત 28 ઉત્પાદનો 28 ટકાના સ્લેબમાં છે. વીડિયો ગેમ અને રમતગમતના અનેક સામાન પર જીએસટી 18 ટકા લાગશે.
2/3

નવી દિલ્હીઃ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની 31મી બેઠક બાદ પુંડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ જણાવ્યું હતું કે, 33 ઉત્પાદનોને 18 ટકામાંથી 12 અને પાંચ ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આ ઉત્પાદનો સામાન્ય વ્યક્તિની રોજિંદી વસ્તુઓ છે. આ બેઠક નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં થઇ હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 28 ટકાના સ્લેબમાં સામેલ 33માંથી સાત ઉત્પાદનોને 18 ટકાના સ્લેબમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે મોટર વ્હીકલ્સ પાર્ટ્સ, ટીવી, કોમ્પ્યુટર અને ટાયર સહિત અનેક ચીજો સસ્તી કરવામાં આવી છે. જ્યારે 28 ટકાના સ્લેબમાં હવે સિન ગુડ્સ અને લક્ઝરી પ્રોડક્ટ્સને જ રાખવામાં આવશે. કેરલના નાણામંત્રી ટીએમ થોમસ ઇસ્સાકે કહ્યું કે, જીએસટી કાઉન્સિલની આગામી હેઠક જાન્યુઆરી 2019માં થશે. આ બેઠકમાં સિમેન્ટની કિંમતો પર ચર્ચા કરવામાં નહી આવે.
Published at : 22 Dec 2018 04:43 PM (IST)
View More





















