પોલીસ મહાનિર્દેશક એસ પી વૈદ્યે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી હતી. તેમને લખ્યું કે, ‘‘થોડીક મિનીટો પહેલા લોલોલ ઘાટીમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે.’’
2/4
કુપવાડા જિલ્લામાં એક ચેક પૉસ્ટની નજીક આજે સુરક્ષાદળોની સાથે અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. પોલીસે જણાવ્યું કે, લોલોલા ઘાટીમાં સુરક્ષાદળોની એક ટીમ પેટ્રૉલિંગ કરી રહી હતી ત્યારે આતંકીઓએ તેમના પર ફાયરિંગ કરવાનુ શરૂ કરી દીધું, અને બાદમાં બન્ને વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ હતી. જોકે આતંકીઓની હજુ સુધી ઓળખ થઇ શકી નથી.
3/4
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓની નાપાક હરકત સામે આવી છે. તેમને સેના પર ફાયરિંગ કરીને આતંક મચાવ્યા છે. જોકે, આ અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.