ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર ત્રણ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવી રહી છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ અંગે કોંગ્રેસ પર નિશાન સાધી ચુક્યા છે.
2/4
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટ બુધવારે ત્રણ તલાક સંબંધિત વટહુકમને મંજૂરી આપી દીધી છે. ત્રણ તલાક બિલ છેલ્લા બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું નથી. નવા બિલમાં ત્રણ તલાકનો મામલો બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ ફેરફાર બાદ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર હશે.
3/4
તેમ છતાં બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. લોકસભામાં આ બિલ પહેલાથી જ પાસ થઈ ચુક્યું છે. ત્રણ તલાક બિલ આ પહેલા બજેટ સત્ર અને ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું.
4/4
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબેનિટે વટહુકમ પાસ કરી દીધો છે. જે છ મહિના સુધી લાગુ રહેશે. જે બાદ સરકારે બીજી વખત બિલ તરીકે પાસ કરાવવા સંસદમાં રજૂ કરવું પડશે. ત્રણ તલાક મુદ્દે મોદી સરકાર ઘણી આક્રમક રહી છે. તેથી સરકાર વતી આ બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોના વિરોધના કારણે આ બિલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.