નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું દેશમાં નોટબંધી બાદ નસબંધી માટે કાનૂન બનાવવાની જરૂર છે. ગિરિરાજ સિંહ બિહારના બીજા વરિષ્ઠ નેતા છે જેમણે નોટબંધી બાદ નસબંધી કરવાની વકાલત કરી છે.
2/5
ગત અઠવાડિયે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે નસબંધી દેશની વસતિ નિયંત્રણમાં મદદરૂપ સાબિત થશે. દેશમાં વસતિ નિયંત્રણ માટે સમાજના દરેક વર્ગના લોકોએ નસબંધી અપનાવવી જોઇએ.
3/5
4/5
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ઓક્ટોબરમાં ગિરિરાજે કહ્યું હતું કે હિન્દુઓએ વધુ બાળકોને જન્મ આપીને દેશમાં તેમની વસતિ વધારવા પર વિચાર કરવો જોઇએ.
5/5
ગિરિરાજે આ વાત કહેતા ટ્વીટ કર્યું છે કે ભારતની વસતિ સંપૂર્ણ વિશ્વની ૧૬ ટકા જેટલી છે અને દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા દેશની જનતા જેટલો ઉમેરો તેમાં થાય છે. હાલમાં દેશ વસતિ વિસ્ફોટનો સામનો કરી રહ્યો છે અને તેને તરત નિયંત્રિત કરવાની જરૂર છે.