નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાને મોટો ખતરો ગણાવતા ગૃહ મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે. તમામ રાજ્યોને મોકલવામાં આવેલા અલર્ટની સાથે કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીની વિશેષ સુરક્ષામાં તહેનાત એજન્સીની મંજૂરી વગર હવે કોઈ મંત્રી અને અધિકારી પણ તેમની પાસે નહી જઈ શકે.
2/3
જાણકારી મળી છે કે ગૃહ મંત્રાલય તરફથી તમામ રાજ્યોના ડીજીપીને લખવામાં આવેલા પત્રમાં પીએમ મોદી માટે કોઈ અજ્ઞાત ખતરાની વાત કરવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે કોઈપણને પીએમ મોદીની નજીક ન જવા દેવામાં આવે, તેનું સખ્ત પાલન કરવાની વાત કહેવામાં આવી છે.
3/3
સુત્રોની જાણકારી મુજબ સુરક્ષા એજન્સીઓએ પીએમ મોદીને સલાહ આપી છે કે તેઓ રોડ શોના કાર્યક્રમ ઓછા કરે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રચારની કમાન સંભાળશે અને તે મુખ્ય ચહેરો છે.