આ કંપનીઓમાં એચસીએલ ટેકનૉલોજીસ, અલ્સટૉમ સિસ્ટમ્સ, ઝાંસા, ઇન્ટરરા, પોલારીસ, આર સિસ્ટમ્સ, આરએમએસઆઇ, તાલ, એડૉબ ઇન્ટરનેશનલ, ટીસીએસ, એસટી માઇક્રોઇલેક્ટ્રૉનિક, સેમસંગ અને મિંડા હાફ સામેલ છે.
2/4
નૉટિસ અનુસાર, જો આદેશનું ઉલ્લંઘન થયુ કે ઓફિસના કર્મચારીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા તો તેના માટે કંપનીઓને દોષી માનવામાં આવશે. નોઇડાના સેક્ટર 58 પોલીસે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવનારા નોઇડા ઓથોરિટીના પાર્કમાં જાહેરમાં નમાઝ પઢવા પર રોક લગાવી છે. આ માટે દરેક કંપનીઓને પોલીસે નૉટિસ ફટકારી છે.
3/4
નોઇડા પોલીસની દલીલ છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ રીતની પબ્લિક મીટિંગથી સાંપ્રદાયિક સૌહર્દ બગડી શકે છે. નોઇડા પોલીસે કંપનીઓને કહ્યું કે, તેઓ તેમના કર્મચારીને મસ્જિદ, દરગાહ કે ઓફિસના કેમ્પસમાં જ નમાઝ પઢવા માટે કહે.
4/4
નોઇડાઃ દિલ્હીની નજીક આવેલા નોઇડા વિસ્તારમાં જાહેરમાં નમાઝ પઢવા પર પોલીસે પાબંદી લગાવી દીધી છે. નોઇડાના એસએસપીએ કહ્યું કે, મોટી મોટી કંપનીઓને નૉટીસ આપીને કહ્યું છે કે, જો તેમના મુસ્લિમ કર્મચારી શુક્રવારે પાર્ક જેવી સાર્વજનિક જગ્યાઓ પર નમાઝ પઢે છે તો આના માટે કંપનીઓને દોષી માનવામાં આવશે.