ઉલ્લેખનીય છે કે, ભગવાન રામની 221 મીટરની ઊંચી પ્રતિમા બનવાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો રેકોર્ડ પણ તૂંટી જશે. અહેવાલ પ્રમાણે આ પ્રોજેક્ટમાં પ્રતિમાની આસપાસ વિશ્રામ ગૃહ, શ્રીરામ કુટિયા અને રામલીલા મેદાન પણ બનાવવામાં આવશે.
2/4
રામની પ્રતિમાની ઊંચાઈ 151 મીટર છે, જ્યારે તેના ઉપર 20 મીટર ઊંચું છત્ર અને 50 મીટરનો આધાર (બેસ) હશે. એટલે કે મૂર્તિની કુલ ઊંચાઈ 221 મીટર હશે. મૂર્તિના પેડેસ્ટલ (બેસ)ની અંદર જ ભવ્ય મ્યૂઝિયમ પણ હશે, જેમાં અયોધ્યાનો ઇતિહાસ, રામજન્મભૂમિનો ઇતિહાસ, ભગવાન વિષ્ણુના તમામ અવતારોની જાણકારી પણ હશે.
3/4
લખનઉ: રામ મંદિર નિર્માણની માંગ વચ્ચે ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે મોટી જાહેરાત કરી છે. યોગી સરકારે અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઊંચી મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કરતા પણ 39 મીટર ઊંચી હશે.
4/4
ભગવાન રામની મૂર્તિની ડિઝાઈન ફાઇનલ થઈ ચુકી છે અને તેને સીએમ યોગીએ મંજૂરી આપી દીધી છે. પ્રતિમા બનાવવાની જાણકારી આપતા ઉત્તરપ્રદેશ સરકારે ટ્વિટ કર્યું કે, રામ જન્મભૂમિ અયોધ્યામાં મર્યાદા પુરુષ ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેની ઊંચાઈ 221 મીટર હશે.