શોધખોળ કરો
યુવતી પર પૂર્વ પતિએ મિત્રો સાથે ગુજાર્યો ગેંગ રેપ ને પછી ગુપ્તાંગમાં નાંખી દીધો દંડો, જાણો શું થઈ યુવતીની હાલત ?
1/3

પોલીસના મતે મહિલા પબિયા વિસ્તારમાં આયોજીત કાલી પૂજાના અવસર પર સંથાળી યાત્રા જોવા ગઇ હતી. આ સમારોહમાં તેનો પૂર્વ પતિ પણ આવ્યો હતો. તે પોતાના મિત્રો સાથે મળીને મહિલાને બળજબરીપૂર્વક ઉઠાવી નજીકના ખેતરમા લઇ ગયો હતો. અહીં તેણે પોતાના મિત્રો સાથે મળીને મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હતો અને બાદમાં ગુપ્તાંગમાં દંડો નાખી ક્રૂરતા આચરી હતી. આ ઘટના બાદ પીડિત મહિલા બેભાન થઇ ગઇ હતી. સવારે સ્થાનિક લોકોએ તેને જોઇ હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પોલીસને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ગેંગરેપમાં મહિલાના પૂર્વ પતિની સાથે તેના બે મિત્રો પણ હાજર હતા.
2/3

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બીએન સિંહે જણાવ્યું કે, આ ઘટના જિલ્લાના નારાયણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુરની છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે ઘટનાના મુખ્ય આરોપી અને મહિલાના પૂર્વ પતિ ઉદયની ધરપકડ કરી છે. જોકે, આ મામલાના અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.
Published at : 12 Nov 2018 11:41 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















