શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ ઘુમામાં દીપડો સીસીટીવીમાં કેદ, વન વિભાગ ઘટના સ્થળે
  • અમરેલી તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહનું કુદરતી મોત.
  • સિહોરમાં સિંહે ભેંસનો શિકાર કર્યો, પશુપાલકે જીવ બચાવ્યો.

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના બાદ સોસાયટીના સભ્યોએ વહેલી સવારે દીપડાના પગની છાપ (ફૂટમાર્ક) પણ જોઈ હોવાનો દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દીપડાના આંટાફેરાની આશંકા વધી ગઈ છે. આ અંગે તુરંત જ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ કાંકરિયા ઝૂના અધિકારીઓ અને સ્ટાફની ટીમ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ પ્રાથમિક તપાસમાં મળી આવેલા પગના નિશાનના આધારે દીપડાની હાજરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો... Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત

તો બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે 15 વર્ષની ઉંમર ધરાવતા આ નર સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) ની પ્રક્રિયા માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.

સિહોર પંથકમાં સિંહનો આતંક, પશુપાલકે ઝાડ પર ચડી જીવ બચાવ્યો
બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વન્ય પ્રાણી સિંહના હુમલાની ઘટનાઓ સતત બેકાબૂ બની રહી છે. ગઈકાલે સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે ફરી એકવાર આતંક મચાવીને એક પશુપાલકના પશુનું મારણ કર્યું હતું. સીમમાં પશુ ચરાવી રહેલા રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર સિંહે અચાનક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સિંહને પોતાની તરફ ધસતો જોઈને ગભરાયેલા પશુપાલકે સમયસૂચકતા વાપરી નજીકના વૃક્ષ પર ચડી જઈને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના ત્રાસ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Frequently Asked Questions

અમદાવાદના કયા વિસ્તારમાં દીપડો દેખાયો હતો?

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો સીસીટીવીમાં દેખાયો હતો. સોસાયટીના સભ્યોએ સવારે તેના પગના નિશાન પણ જોયા હતા.

અમદાવાદમાં દીપડો દેખાયા બાદ શું કાર્યવાહી કરવામાં આવી?

ઘટના અંગે વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કાંકરિયા ઝૂની ટીમ સીસીટીવી ફૂટેજ અને પગના નિશાનના આધારે તપાસ કરી રહી છે.

અમરેલીમાં સિંહનું મોત કયા કારણસર થયું?

અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જમાં અંદાજે 15 વર્ષના નર સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે મોત થયું હતું. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો.

સિહોર પંથકમાં સિંહે કયા પશુનો શિકાર કર્યો?

ભાવનગરના સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે એક પશુપાલકની ભેંસનું મારણ કર્યું હતું. પશુપાલકે ઝાડ પર ચડીને પોતાનો જીવ બચાવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
Advertisement

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Embed widget