ઉનાળામાં આ ડિંક્સ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
ઉનાળામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડે છે. ફળો અને શાકભાજી શરીરને ઠંડક આપે છે. જે આપણા સ્વાસ્થ્યમાં પોષણ પૂરું પાડે છે અને ઉર્જાનું સ્તર વધારી શકે છે.
ઉનાળામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડે છે. ફળો અને શાકભાજી શરીરને ઠંડક આપે છે. જે આપણા સ્વાસ્થ્યમાં પોષણ પૂરું પાડે છે અને ઉર્જાનું સ્તર વધારી શકે છે. કાકડી, તરબૂચ, કેરી, પાઈનેપલ કે નારંગી હોય આ મીઠા અને ખાટાં ફળો જેને સ્વાદિષ્ટ પીણામાં ફેરવી શકાય છે. જેમ-જેમ ગરમીનો પારો ઊંચો જાય છે અને ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે અહીં કેટલાક અદ્ભુત ઉનાળાના પીણા આપવામાં આવ્યા છે જે તમને અંદરથી ઠંડક આપી શકે છે. કાતિલ ગરમીથી રાહત મેળવવા આ ડિંક્સ તમને મદદરુપ થઈ શકે છે.
ઉનાળામાં ગરમીથી બચવા માટે અને પેટને ઠંડુ રાખવા માટે આપણે મોટા ભાગે ડ્રિંક્સનું સેવન કરીએ છે. ગરમીથી છુટકારો મેળવવા માટે ડિટોક્સ ડ્રિંક્સ ઘરે સરળતાથી બનાવી શકાય છે. આ ડ્રિંક્સ પીવાથી શરીરને એનર્જી મળે છે અને તાજીગી અનુભવાય છે. આ ડ્રિંક્સ શરીરને સ્વસ્થ રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી દે છે.
ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જ જોઈએ. ઉનાળાના દિવસોમાં લોકો ઘણીવાર પેટની સમસ્યાથી પરેશાન થવા લાગે છે. આવી સ્થિતિમાં તરબૂચનો રસ પીવાથી પેટને બરાબર રાખી શકાય છે. શરીરને ઠંડક આપવાની સાથે તરબૂચનો રસ શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.
ઉનાળાના દિવસોમાં શેક પીવાની મજા જ અલગ હોય છે. કેળામાંથી બનાવેલ બનાના શેક પેટની ગરમી દૂર કરવામાં મદદ કરે છે અને સ્ટ્રેસ લેવલ પણ ઘટાડે છે. એટલું જ નહીં, તે પેટની ગરમીની સાથે-સાથે શરીરની ગરમીને દૂર કરવામાં પણ મદદ કરે છે.
દહીં અને છાશ સાથે લસ્સી તૈયાર કરી શકાય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને ઠંડક અને ગરમીથી બચાવવામાં મદદ કરે છે. લસ્સી પીવાથી પણ ઉનાળાની ગરમીથી બચી શકાય છે. આ સિવાય લસ્સી પીવાથી શરીરનો થાક દૂર થાય છે અને એનર્જી મળે છે.
લીંબુ અને આદુથી બનેલું ડ્રિંક્સ પીવાથી સિઝનલ રોગોનો ખતરો ઓછો થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. ગરમીથી રાહત મેળવવા અને શરીરને ડિટોક્સ કરવા માટે આ ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. આ ડ્રિંક્સ પીવાથી શરીર રિફ્રેશ થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આ ડ્રિંક્સ શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
ઉનાળામાં ઓરેન્જ ડિટોક્સ ડ્રિંક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ડ્રિંકના સેવનથી હીટ સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે અને શરીરને ઠંડક મળે છે. આ ડ્રિંકમાં વિટામીન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને ફેટને પણ દૂર કરે છે.