Summer Tips: ગરમીની સિઝનમાં ઠંડુ પાણી પીવાનું પસંદ કરો છો તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
Summer Tips: બરફનું ઠંડુ પાણી પીવાથી આપને ગરમીથી તાત્કાલિક રાહત તો મળી જાય છે પરંતુ કે આપની પાચનની પ્રક્રિયા અને મળ ત્યાગની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. બીમારી મુક્ત રહેવા મટે ગરમીની સિઝનમાં આપની જીવન શૈલીમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે
Summer Tips: બરફનું ઠંડુ પાણી પીવાથી આપને ગરમીથી તાત્કાલિક રાહત તો મળી જાય છે પરંતુ કે આપની પાચનની પ્રક્રિયા અને મળ ત્યાગની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. બીમારી મુક્ત રહેવા મટે ગરમીની સિઝનમાં આપની જીવન શૈલીમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે.
Health Tips:ગરમીની સિઝનમાં આઉટડોર એક્ટિવિટી અને પ્રવાસ માટે સારો મનાય છે. જો કે આ સિઝનમાં જો યોગ્ય રીતે સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવામાં ન આવે તો બીમારીને આમંત્રણ મળે છે. ગરમીમાં લૂ લાગવી, પાચન સંબંધિત સમસ્યા, જેવી કેટલીક ફરિયાદ પણ સર્જાય છે. સ્વાસ્થ્યની થોડી કાળજી લઇને ગરમીની સિઝનને સુખદ પણ બનાવી શકાય છે. જ્યારે બહારનું તાપમાન અસહ્ય થઇ જાય છે ત્યારે આપણે બરફના ઠંડા પાણી પીવાનું પંસદ કરીએ છીએ. તેનાથી થોડા સમય માટે ગરમીથી રાહત મળે છે પરંતુ આપના સ્વાસ્થ્ય માટે ઉપયુક્ત નથી. ગરમીમાં સ્વસ્થ રહેવા માટે કેટલીક ટિપ્સને અનુસરવી ફાયદાકારક સાબિત થાય છે.
ઓઇલી ફૂડ અવોઇડ કરો
તળેલી અને વધુ ઓઇલી વસ્તુને ગરમીની સિઝનમાં અવોઇડ જ કરવી જોઇએ, તેનાથી એસિડીટિનું પ્રમાણ વધી જાય છે અને ડિહાઇડ્રેશનની શક્યતા પણ વધી જાય છે. આઇલી ફૂડના સેવનથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ સર્જાઇ શકે છે. તેમજ વજનમાં પણ વધારો થાય છે. ઓઇલી ફૂડથી બ્લડ શુગર ર લેવલ પણ વધી જાય છે.
ઠંડુ પાણી પીવાનું ટાળો
બરફનું ઠંડુ પાણી ગરમીમાં થોડા સમય માટે તાત્કાલિક રાહત આપે છે. જો કે તે આપની પાચન પ્રક્રિયાને મંદ કરી દે છે. તેનાથી આપની ઇમ્યુનિટી પણ ઘટે છે. થાક અને નબળાઇ પણ અનુભવાય છે.રિસર્ચનું તારણ છે કે, ઠંડા પાણીના સેવનથી હાર્ટ બીટ વધી જાય છે. માથાના દુખાવાનું કારણ પણ બને છે. ગળામાં ઇન્ફેકશનની સમસ્યા પણ સર્જાઇ શકે છે. ખુદને હાઇડ્રેઇટ રાખવા માટે ગરમીમાં વધુ પાણી પીવું જરૂરી છે પરંતુ ફ્રીઝ અને બરફનું પાણી અવોઇડ કરીને રૂમ ટેમ્પરેચરનું માટલાનું પાણી પીવું વધુ સ્વાસ્થ્ય વર્ધક છે, આપ નારિયેળના પાણીનું પણ સેવન કરી શકો છો.