શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું કિમોથેરેપી અને સર્જરી વિના કેન્સરને આપી શકાય છે માત! ખૂબ પ્રેરણાદાયક છે આ શખ્સની કહાણી
કેન્સરનું નામ પડતા જ દર્દીને કિમોથેરેપી સર્જરી, રેડિએશનમાંથી પસાર થવું અનિવાર્ય બની જાય છે. જો કે આજે અમે આપને એવી પ્રેરણાદાયક કહાણી જણાવી રહ્યાં છે. જેમણે કેિમોથેરેપી વિના નેચરલ પદ્ધતિથી કેન્સરને હરાવ્યું.
હેલ્થ:કેન્સર એક ખતરનાક બીમારી છે. તેનું નિદાન થતાં જ વ્યક્તિ ડરીને તેની અડધી જંગ હારી જાય છે. કિમોથેરેપી બાદના તેના રિએકશન પણ દર્દીને શારીરિક અને માનસિક રીતે નબળું પાડી દે છે. જો કે નેચરલ રીતે પણ આ બીમારીથી મુક્તિ મેળવી શકાય છે. કેવી રીતે જાણીએ...
શરણ ઇન્ડિયાની ફાઉન્ડર નંદિતા શાહે જણાવ્યું કે, કેન્સરથી ડરવાના બદલે તેને રોકવાના ઇલાજ માટે જાગરૂક થવાની જરૂર છે. એકસપર્ટે જણાવ્યું કે, તેને નેચરલ રીતે પણ કન્ટ્રોલ કરી શકાય છે.
ડોક્ટર નંદિતા શાહે જણાવ્યું કે, સૌથી પહેલા કેન્સરથી બચવા માટે તેના કારણો વિશે જાણકારી મેળવવી જરૂરી છે. સામાન્ય રીતે કેન્સરનો ઇલાજ સર્જરી, કિમોથેરેપી અને રેડિએશનના માધ્યમથી થાય છે. જો કે આ પ્રકારના ઇલાજમાં કેટલીક વખત ખામીઓ રહી જાય છે. જેના કારણે એક દોઢ વર્ષમાં કેન્સર ફરી માથું ઉંચકી શકે છે.
કેન્સરમાં સર્જરી કેન્સરને જડમૂળમાંથી ખતમ કરવા માટે સક્ષમ નથી. જેના કારણે વ્યક્તિ ફરી કેન્સરગ્રસ્ત થઇ શકે છે. ઉપરાંત કિમોથેરેપીના કારણે પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. દર્દીને ભૂખ નથી લાગતી, બ્લડ કાઉન્ટ ઘટી જાય છે. શરીરમાંથી વાળ ઉતરી જાય છે.
ડોક્ટર નંદિતા શાહે જણાવ્યું કે, કેન્સરમાં સંપૂર્ણ કિમોથેરેપી અને સર્જરીને અવોઇડ ન કરી શકાય પરંતુ તેની સાથે નેચરલ રીતથી પણ ઇલાજ કરવાથી કેન્સરને સંપૂર્ણપણે માત આપી શકાય છે. ડોક્ટર નંદિતાએ આ માટે નેચરલ રીતે ઇલાજ કરીને સાજા થયેલા લેખક ક્રિસની પ્રેરણાદાયી સ્ટોરી શેર કરી છે.
ક્રિસ વોર્ક કોલોરેક્ટલ કેન્સરથી પીડિત હતા. તે યંગ હતો, થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. તેમણે નેરચલ રીતથી કેન્સરને માત આપવાનો નિશ્ચય કર્યો. ક્રિસે તેમના ડાયટમાં તાજા શાકભાજી અને ફળોને સામેલ કર્યાં,. તેમણે કાચા શાક ખાવાનું શરૂ કર્યું.
ક્રિસે રિફાઇનરી ફૂડને અવોઇડ કર્યું. શુગર, સફેદ ચોખાને લેવાનું બંધ કર્યું. આટલું જ નહીં તેમણે રિફાઇન ઓઇલ પણ લેવાનું બંધ કરી દીધું.તેમણે નોન વેજ લેવાનું પણ છોડી દીધું. તેમણે આ રીતે કુદરતી રીતે કેન્સરને માત આપી તેમણે કેન્સરથી સાજા થવાની જર્નિને શબ્દોમાં પરોવીને પ્રેરણાદાયી કહાણી લખી છે. જેનું નામ છે ‘ક્રિસ બીટ કેન્સર’ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion