Watch Video: દીપિકા પાદુકોણે શેર કર્યો વીડિયો, ગ્લોઇંગ અને શાઇની સ્કિનનું રાજ કર્યું શેર
Deepika Padukone: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં પણ પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરીને તેની ગ્લોઇંગ સ્કિનનું રાજ શેર કર્યું છે.
![Watch Video: દીપિકા પાદુકોણે શેર કર્યો વીડિયો, ગ્લોઇંગ અને શાઇની સ્કિનનું રાજ કર્યું શેર Deepika padukone shared the video and told the secret of her shiny skin fans said no makeup needed Watch Video: દીપિકા પાદુકોણે શેર કર્યો વીડિયો, ગ્લોઇંગ અને શાઇની સ્કિનનું રાજ કર્યું શેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/21/de3f02325575db670f706370a9cdd88d167429290507481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Deepika Padukone: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં પણ પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરીને તેની ગ્લોઇંગ સ્કિનનું રાજ શેર કર્યું છે.
બી-ટાઉનની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે ઘણી બધી પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં પણ હાજરી આપી રહી છે. આ દરમિયાન તેમને લાંબા સમય સુધી હેવી મેક-અપ લુકમાં રહેવું પડે છે, સાથે જ તેમની ઊંઘ પણ પૂરી નથી થતી. પરંતુ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, અભિનેત્રી તેની સ્કિનકેર રૂટિનનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. શુક્રવારે દીપિકા પાદુકોણે પણ ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર તેની સુંદરતાનું રહસ્ય જાહેર કર્યું હતું. આ દરમિયાન તેણે જણાવ્યું કે, તેની નવી સ્કિનકેર બ્રાન્ડ 82E નું ક્લીંઝર તેના ચહેરાને ફ્રેશ રાખે છે. ચાહકોએ દીપિકાના વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. ઘણા લોકોએ મેકઅપ વિનાની તેમની ત્વચાના વખાણ કર્યા અને કહ્યું કે, તે મેકઅપ વિના પણ 'શાઇન લૂક આપે છે.
View this post on Instagram
દીપિકાએ વીડિયો શેર કરીને સ્કિન રૂટિન વિશે જણાવ્યું
દીપિકા દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ વિડિયોમાં, જેમાં અભિનેત્રી તેના મેકઅપ-ફ્રી ફેસ પર બ્રાન્ડમાંથી ક્લીંઝર લગાવતી જોવા મળે છે. આ દરમિયાન, તેણી જણાવે છે કે ,તે તેની ત્વચાને કાયાકલ્પ કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે. બ્રાઉન કલરનું ટેન્ક ટોપ પહેરીને દીપિકા તેની 'ક્લીઝિંગ રૂટિન' સમજાવતી જોવા મળે છે. તેણી પ્રથમ ઉત્પાદનને તેના ચહેરા અને ગરદન પર લગભગ એક મિનિટ માટે લાગવે છે. તે પછી તેનો ચહેરો ધોઈ નાખે છે અને પછી, અરીસામાં પોતાની જાતને જોઈને કહે છે, "ખૂબ જ હાઈડ્રેટેડ લાગે છે, સ્કિન ડ્રાય પણ નથી લાગતી અને સ્કિન ફીલ્સ પલ્મ્પ છે."
ક્લિન્ઝિંગ છે દીપિકાની ગ્લોઇંગ સ્કિનનું રાજ
દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર તેના વિડિયોને કેપ્શન આપ્યું: "ક્લીન્ઝિંગ એ મારી સ્કિનકેર દિનચર્યાના સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તે અહીં આપને જણાવ્યું , હું લોટસ સ્પ્લેશ ફેસ ક્લીન્સરના બે પંપ લઉં છું, મારા ચહેરા પર લાગુ કરું છું અને ગરદન પર હળવા હાથે મસાજ કરું છું અને સૂકવવા માટે થપથપાવું છું. આ ક્લિન્ઝરથી સ્વચ્છ, હાઇડ્રેટેડ સ્કિન મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)