શિયાળાની ઋતુમાં રાત્રે સૂતા પહેલા અંજીરના દૂધનું સેવન કરવાથી થાય છે આ અદભૂત ફાયદા, અપનાવી જુઓ
ખાસ કરીને ઠંડી ઋતુમાં દૂધમાં અંજીર મિકસ કરીને પીવાથી અદભૂત ફાયદા થાય છે, શરીરમાં સોજા ઉતારવાની સાથે આ રોગમાં પણ ઉપકારક છે
Winter drink:ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તેથી બીમાર થવાનું જોખમ વધે છે. ઓછી ઊંઘ અને નબળી જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, શિયાળામાં આહારમાં આવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે અને તમારા બીમાર પડવાનું જોખમ ઘટાડે છે. શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે શિયાળામાં અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો અંજીરને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે રાત્રે અંજીર અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.
અંજીરનું દૂધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે
અંજીર સાથે દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. અંજીરનું દૂધ મોસમી બિમારીઓ જેમ કે ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ વગેરેમાં આ દૂધ ઔષધનું કામ કરે છે, તેનાથી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
હાડકાં અને દાંતને મજબૂત કરે છે
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે.
સોજોઓછો કરે છે
અંજીરનું દૂધ શરીરની બળતરા ઘટાડે છે ઉપરાંત સોજાને પણ ઉતારે છે
અંજીરનું દૂધ પાચનમાં મદદ કરે છે
શિયાળામાં પેટ ખૂબ ખરાબ રહે છે, આવી સ્થિતિમાં અંજીરનું દૂધ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીર ખાવાથી પેટ સારું રહે છે. અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તેમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન ભરપૂર માત્રામાં હોય છે જે રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )