(Source: ECI/ABP News/ABP Majha)
Thirst At Mid Night:અડધી રાત્રે આપને તીવ્ર તરસ લાગે છે, ગળું સુકાય છે? આ સમસ્યા માટે આ કારણો છે જવાબદાર
Thirst At Mid Night:અડધી રાત્રે સૂતી વખતે તીવ્ર તરસને કારણે અચાનક આંખો ખુલી જાય છે અને ગળું ખૂબ જ ખરાબ રીતે સુકાઈ જાય છે… આ સમસ્યાના મુખ્ય કારણો અને ઉપાયો જાણીએ...
Thirst At Mid Night:અડધી રાત્રે સૂતી વખતે તીવ્ર તરસને કારણે અચાનક આંખો ખુલી જાય છે અને ગળું ખૂબ જ ખરાબ રીતે સુકાઈ જાય છે… આ સમસ્યાના મુખ્ય કારણો અને ઉપાયો જાણીએ...
તમે રાત્રે ગાઢ નિંદ્રામાં હોવ છો, પરંતુ તીવ્ર તરસને કારણે અચાનક ગળું સુકાઈ જાય છે અને આંખો ખુલી જાય છે. આવું કોઈ પણ ઋતુમાં થાય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં આવું વધુ બને છે, જ્યારે રાત્રે આંખ ખુલે છે, ત્યારે તે સમયે તમે પરસેવાથી સંપૂર્ણપણે ભીંજાઈ જાવ છો અને ગળું સુકાઈ ગયું હોય છે. આ સમસ્યા ઘણા લોકોને થાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરો છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
રાત્રે આંખ ખુલ્લી જવી
ગાઢ નિંદ્રામાંથી અચાનક જ આંખ ખોલી જવી એ ખુબ જ તકલીફદાયક બની રહે છે. જ્યારે તમને તીવ્ર તરસ લાગે છે ત્યારે આવું થાય છે.
વાસ્તવમાં, આવું એટલા માટે થાય છે કારણ કે આ સ્થિતિમાં તમારું શરીર તમને કહી રહ્યું છે કે તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીધું નથી. તમારે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે શું તમે ખરેખર શરીરની જરૂરિયાત મુજબ દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીઓ છો?
શરીરમાં કેફીનમાં વધુ પહોંચવું
જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીઓ છો, પરંતુ તમે ચા અને કોફીનું પણ વધુ સેવન કરો છો, જો તમે સોડા અને ખાંડમાંથી બનેલ શરબત વધુ પીઓ છો, તો તમારા શરીરને પાણી પીવાનો એટલો લાભ મળતો નથી. કારણ કે ખાંડ, સોડા અને કેફીન તમારા શરીરમાં પાણીની માત્રા ઘટાડવાનું કામ કરે છે. કારણ કે તેનું સેવન કરવાથી તમને વારંવાર પેશાબ આવે છે. જ્યારે તમે વારંવાર પેશાબ કરો છો, ત્યારે તમારું શરીર પણ ભેજ ગુમાવે છે.
વધુ પડતા મસાલાદાર ભોજન
જો તમે રોજિંદા જીવનમાં મીઠું અને મસાલાથી ભરપૂર ખોરાક વધુ ખાશો તો પણ તમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિનું ભોજન ઓઇલી અને મસાલાદાર લેવાનું અવોઇડ કરો.
સમસ્યાનું સમાધાન
- આ સમસ્યાનો ઉકેલ માટે દિવસમાં પુરતી 8થી 10 ગ્લાસ પાણી પીવો
- દિવસમાં એક કે બે કપથી વધુ ચા અને કોફી ન પીવો.
- સોડા, ઠંડા પીણા અને શરબત વગેરેનું સેવન સંયમિત માત્રામાં જ કરવું જોઈએ.
- ઠંડક મેળવવા માટે લસ્સી, છાશ, લીંબુનું શરબત અને નારિયેળ પાણી લો.
- ખાસ કરીને ઉનાળાની ઋતુમાં મસાલાથી ભરપૂર અને તેલમાં તળેલા ખોરાકને ટાળો.
- મીઠું વધુ હોય તેવા નાસ્તા ખાવાનું ટાળો. જેનાથી હાઇબ્લડપ્રેશરથી પણ બચી શકાશે
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.