'ડિઓડરન્ટ' ઝેર બની ગયું! જ્યારે બાળકી બ્લેન્કેટ પર છાંટ્યું તો, આવી ગયો હાર્ટ અટેક, જાણો શું છે સમગ્ર ઘટના
'ડિઓડરન્ટે બાળકીનો જીવ લઇ લીધો. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
'ડિઓડરન્ટ' ઝેર બની ગયું! જ્યારે બાળકી બ્લેન્કેટ પર છાંટ્યું તો, આવી ગયો હાર્ટ અટેક, જાણો શું છે સમગ્ર ઘટના
જ્યોર્જિયાના માતાપિતાએ જણાવ્યું હતું કે, પેરેન્ટસ માટે આ ચેતાવણીરૂપ કિસ્સો છે. જે તેમના બાળકો માટે ડિઓડરન્ટ ખરીદે છે. તેઓ જાણતા નથી કે તે કેટલું જોખમી સાબિત થઈ શકે છે.
ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે ડિઓડરન્ટ સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા લોકો તેનો આડેધડ ઉપયોગ કરતા જોવા મળે છે. મોટાભાગના ડિઓડોરન્ટ્સ પર 'બાળકોની પહોંચથી દૂર રાખો લખેલું હોવા છતાં, ઘણીવાર લોકો તેમના બાળકોને તેનો ઉપયોગ કરતા રોકતા નથી. હકીકતમાં, બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એરોસોલ ડિઓડોરન્ટ શ્વાસમાં જતાં 14 વર્ષની છોકરીનું મોત થયું હતું. તેમના બાળકના મૃત્યુ પછી, માતાપિતાએ લોકોને ડિઓડરન્ટના સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે અને સાવચેતી રાખવા વિનંતી કરી છે.
જ્યોર્જિયાને સૂતા પહેલા ધાબળા પર સુગંધિત વસ્તુઓ છાંટવાનું પસંદ હતું. કારણ કે તેનાથી તેને સારું લાગતું હતું. તેમણે તેના બ્લેન્કેટ પર ડિઓડોરન્ટનો છંટકાવ કર્યા પછી તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જ્યોર્જિયા સંપૂર્ણપણે સ્વસ્થ હતી. તેને કોઈ શારીરિક સમસ્યા નહોતી. જોકે ઓટીઝમ હતું. મે 2022 માં જ્યોર્જિયાનું અવસાન થયું. તેમની પુત્રીના મૃત્યુ પછી, જ્યોર્જિયાના માતા-પિતા હવે અન્ય માતા-પિતાને ડિઓડરન્ટના ઉપયોગના સંભવિત જોખમો વિશે ચેતવણી આપી રહ્યા છે. ફાધર પૌલે જણાવ્યું કે, દીકરીને બ્લેન્કેટ પર ડિઓડરન્ટ છાંટવાનું પસંદ હતું, કારણ કે તેનાથી સ્મેલ આવતી હતી. , બ્રિટિશ એરોસોલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (BAMA) એ કહ્યું કે ડિઓડરન્ટ પર ચેતવણી સ્પષ્ટ રીતે લખેલું હોય છે કે બાળકોથીદૂર રાખવું પરંતુ વાલીઓ 'ચેતવણી' પર ધ્યાન આપતા નથી
જ્યોર્જિયાના માતાપિતાએ જણાવ્યું હતું કે, ઘણા માતા-પિતા ચેતવણીઓ પર ધ્યાન આપ્યા વિના તેમના બાળકો માટે ડિઓડરન્ટ ખરીદે છે. તેઓ જાણતા નથી કે તે કેટલું જોખમી સાબિત થઈ શકે છે. બાળકીના પિતા પૌલે કહ્યું કે, 'હું નથી ઈચ્છતો કે દેશ કે દુનિયામાં અન્ય કોઈને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે કે જેનો અને કરી રહ્યાં છીએ.
એરોસોલ ઇન્હેલેશનને કારણે મૃત્યુ
11 મે, 2022 ના રોજ, જ્યોર્જિયાના મોટા ભાઈએ તેણીને બેડરૂમમાં બેભાન અવસ્થામાં પડેલી જોઈ. પોલે કહ્યું કે તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો, તેથી એવું નથી કે રૂમ બંધ હોવાથી શ્વાસ રૂંધાવાથી તેનું મૃત્યુ થયું છે. જ્યોર્જિયાના મૃત્યુની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ બધું એરોસોલ શ્વાસમાં લેવાથી થયું હતું. જ્યોર્જિયાના ડેથ સર્ટિફિકેટમાં 'ડિઓડરન્ટ'ને બદલે 'એરોસોલના ઇન્હેલેશન'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.