Weight loss tips : બેલી ફેટની સમસ્યાથી પરેશાન છો? અપનાવી જુઓ આ 5 કારગર ઉપાય
આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.
Weight loss tips : આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.
જો આપનું પણ ફિગર બેલી ફેટના કારણે ખરાબ થઇ ગયું છે તો ચિંતા ન કરો કેટલાક કારગર ઉપાયથી આ પેટ પર જામેલી ચરબીને ઓછી કરી શકો છો.
જો આપ એક જ સમયમાં વધુ ભોજન કરી લેશો તો પેટ ફુલી જશે. આ આદતને બદલી દો. દર 2થી 3 કલાકે થોડું-થોડું ખાવ. ક્યારેય ઠાંસી-ઠાંસીને ન ખાવ. ઓવર ઇટિંગથી બચો.
સવારે બ્રશ કર્યાં બાદ ગરમ પાણીમાં લીબું અને મદ નાખીને પીવો. આ પ્રયોગ બેલી ફેટ ઘટાવવ માટે કારગર છે. આ પ્રયોગથી જમા વસા ધીમે-ધીમે ઓછું થઇ જાય છે. રોજ આ પ્રયોગ કરવાથી આપ ઉર્જાવાન પણ મહેસૂસ કરશો.
મોર્નિગ વોક કરવી સ્વાસ્થ્ય માટે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા માટે ઉત્તમ છે. મોર્નિંગ વોકથી ધીરે ધીરે ફેટ ઘટશે અને આ સાથે પાંચન તંત્ર પણ સુધરશે.
નોકાસન પણ બેલી ફેટ માટે બેસ્ટ ઉપાય છે. યોગ આપની માનસિક અને શારિરીક બંને પરેશાની દૂર કરે છે. નૌકાસન રોજ કરવાથી આપની પેટની ચરબી આપોઆપ ગાયબ થઇ જશે. આ તેનો ફરક મહેસૂસ કરી શકશો.
મોડી રાત્રે ખાવાની આદત ટાળો, હંમેશા સૂતાના 2 કલાક પહેલા ભોજન કરી લેવાની આદત પાડો. ડિનરમાં હળવું અને સુપાચ્ય ફૂડ જ પસંદ કરો. સમય હોય તો રાત્રે જમ્યા બાદ થોડું ટહેલવાની આદત પાડો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.