ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા
ઉનાળામાં આપણને ખોરાકની સાથે પુષ્કળ પાણીની પણ જરૂર હોય છે કારણ કે જો પાણી ન પીએ તો શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન કરવી જોઈએ.
ઉનાળામાં આપણને ખોરાકની સાથે પુષ્કળ પાણીની પણ જરૂર હોય છે કારણ કે જો પાણી ન પીએ તો શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. તેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન કરવી જોઈએ. ઉનાળાની ઋતુમાં આવતા તમામ શાકભાજી અને ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે આપણી તરસ તો છીપાવે છે પણ આપણા શરીરને પણ તાજગી આપે છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં આપણે આપણા ખાવા-પીવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આવા જ કેટલાક મોસમી ફળો અને શાકભાજી વિશે જાણીએ, જેના ગરમીમાં સેવનથી અદભૂત ફાયદો મળે છે.
કેરી
કેરીના રસિયા ઉનાળાની એટલા માટે રાહ જોતા હોય છે કે જલદી કેરીની સિઝન આવે. કેરીને આપણે ફળોનો રાજા પણ કહીએ છીએ. તે સામાન્ય પોષક તત્વો જેમ કે સોડિયમ, વિટામીન K, ફાઈબર મિનરલ્સ વગેરેથી ભરપૂર છે. તે આપણને ગરમીથી પણ બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને ઘણી હદ સુધી વધારે છે. તે આપણને હૃદય સંબંધિત રોગો સામે લડવામાં મદદ કરે છે.
લીલાં મરચાં
ઉનાળાની ઋતુમાં લીલાં મરચાં ખાવાં ફાયદાકારક છે કારણ કે લીલાં મરચાંમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આ સાથે લીલા મરચામાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે.
તરબૂચ
ઉનાળામાં તરબૂચ ખાવાની મજા તો એ છે કે તે આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે, પરંતુ તે આપણને ફાઈબર, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ઘણા પ્રકારના પોષક તત્વો પણ આપે છે. એટલા માટે ગરમીમાં એક પ્લેટ તરબૂચ અવશ્ય ખાવુ જોઈએ, પરંતુ યાદ રાખો કે તરબૂચ ખાધા પછી પાણી પીવાનું ટાળો.
ટામેટાં
ટામેટાં દરેક સિઝનમાં સરળતાથી મળી રહે છે. લોકો શાકભાજી બનાવવા માટે ટામેટાંનો ઉપયોગ કરે છે, પરંતુ સાથે જ તેને સલાડ તરીકે કાચા પણ ખાઈ શકાય છે. ટામેટાંમાં વિટામિન A, B, C, ફાઈબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ સાથે ટામેટાંમાં 95% પાણી પણ છે. આ કારણે ઉનાળામાં ટામેટાંનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.
સંતરા
ઉનાળાની ઋતુમાં સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જઉત્તમ ફળ છે. ,સંતરાની તાસીર ઠંડી છે. સંતરામાં બીટાની અડધી માત્રામાં થાયમીન, ફોલેટ, વિટામિન સી મળી આવે છે. ફાઈબરની વધુ માત્રાને કારણે, વેઇટ લોસમાં પણ કારગર છે.