શોધખોળ કરો

Health tips:પેટ ફુલવાની સમસ્યાથી પરેશાન છો? આ સરળ ઘરેલુ ઉપાયથી મેળવો છૂટકારો

અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

Health tips:અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું ગમે   પરંતુ એ માટે ઉત્તમ પોષણયુક્ત  આહાર અને નિયમિત જીવનશૈલી જરૂરી છે. પરંતુ આજની દોડધામમાં બહુ ઓછા લોકો એવા છે જે યોગ્ય આહારના નિયમોનું  પાલન કરી શકે છે. આ સ્થિતિમાં પેટ ફુલવું, ગેસ, એસિડિટીની સમસ્યા સર્જાઇ છે. સૌ પ્રથમ પેટ ફુલવાના કારણો પર કરીએ નજર

પેટ ફુલી જવાના કારણો

  • ઓવર ઇટિંગથી પેટ ફુલી જવાથી  આ સમસ્યા થાય છે.
  • જમ્યા બાદ તરત જ ઊંધી જવાથી પણ પેટ ફુલી જાય છે.
  • વેઇટ વધી ગયું હોય તો પણ પેટ ફુલવાની સમસ્યા થાય છે.
  • ગેસ થાય તેવો ખોરાક લેવાથી પણ પેટ ફુલી જાય છે.

દહીંનું સેવન કરો

દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, તે એક પ્રકારનું હેલ્ધી બેક્ટેરિયા છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, જો તમને પેટ ફૂલવાની સમસ્યા છે તો તમારે તમારા આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. વાડકી દહીંમાં કાળું મીઠું નાખીને શેકેલું જીરું અને એક ચપટી હિંગ નાખીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળશે.

ફુદીનાની ચા પીવો

ફુદીનામાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, તે આંતરડાને લગતી સમસ્યાને પણ દૂર કરે છે તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.ફુદીનાના પાનને સારી રીતે ઉકાળો, ત્યારબાદ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

આદુનું કરો સેવન

ક્યારેક ગેસની સમસ્યાને કારણે પેટનું ફૂલવાનું શરૂ થઈ જાય છે, તો આ સમયે તમારે આદુનું સેવન કરવું જોઈએ, તમે આ રીતે આદુનો ઉપયોગ કરી શકો છો. તમે આદુના નાના ટુકડા કરીને  મોંમાં રાખી શકાય. જોઆપ કાચો આદુ ન ખાઇ શકો તો તેનો રસ કાઢીને હૂફાળી પાણી સાથે પી શકો છો. પેટ ફુલવાની સમસ્યામાં આ ટિપ્સ કારગર છે.

વરિયાળીનું પાણી

વરિયાળીનું સેવન કરવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા નહીં થાય.જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઓ અથવા મસાલાની જેમ સલાડ સાથે વરિયાળી ખાઓ, નહીંતર તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણીનું સેવન કરો. પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Embed widget