(Source: ECI/ABP News/ABP Majha)
Skin Care Tips: શિયાળામાં ફાટેલા હોઠ અને શુષ્ક ત્વચા માટે બેસ્ટ છે દેશી ઘી, ડાઘા પણ થશે દૂર
Dry Skin Home Remedy: શિયાળો એ ઠંડીની ઋતુ છે. આ સમયે ફૂંકાતા પવનથી હોઠ અને ચહેરાની ત્વચા સુકાઈ જાય છે.
Dry Skin Home Remedy: શિયાળાની ઋતુમાં ચહેરા પરની ત્વચા સુકાવા લાગે છ. ઘણીવાર તો ઠંડા પવનોને લીધે ત્વચા પર ચીરા પડી જાય છે. જેના લીધે ખૂબ જ પીડા થાય છે. અને આવી જ શુષ્ક સિઝનમાં લગ્નની મોસમ પણ પુરજોશમાં ખીલી છે. ત્યારે જો તમારે મેકઅપ કરવો હશે તો તે મેકઅપ તમને સુંદર નહી પરંતુ બદસૂરત બનાવી શકે છે.તેવામાં તમારે તમારી સ્કીનને સોફ્ટ બનાવવી જ પડશે જેના માટે બેસ્ટ છે દેશી ઘી. આયુર્વેદમાં દેશી ઘીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. તે સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતા માટે પણ ઉપયોગી છે.
ફાટેલા હોઠ માટે સૌથી સારો ઉપાય
જૂના જમાનામાં જ્યારે વિવિધ પ્રકારના લિપ બામ નહોતા ત્યારે લોકો હોઠ પર ઘી લગાવતા હતા. ઘી આપણી ત્વચાને મુલાયમ બનાવવાની સાથે હાઇડ્રેટ પણ કરે છે. દેશી ઘી ભારતમાં દરેક ઘરમાં જોવા મળે છે. જો ઠંડા પવનને કારણે તમારી ત્વચામાં તિરાડ પડી રહી છે અથવા હોઠ ફાટી રહ્યા છે તો તેના પર ઘી લગાવી શકો છો.
આયુર્વેદમાં દેશી ઘીનો ઉલ્લેખ
આયુર્વેદમાં ઘીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને ગાયના દૂધમાંથી બનેલું ઘી. જો તમારી પાસે ગાયનું ઘી ન હોય તો તમે ભેંસનું ઘી પણ વાપરી શકો છો. જોકે, આયુર્વેદમાં ભેંસના ઘીને શુદ્ધ દેશી ઘી ગણવામાં આવે છે. હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર 2009માં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે દેશી ઘી શરીરની સમગ્ર સિસ્ટમ માટે ઉપયોગી છે.
ઘીના અનેક ફાયદા...
- જો તમારા હોઠ ફાટી ગયા હોય તો તમે સૂતા પહેલા અથવા દિવસમાં ઘણી વખત તેના પર ઘી લગાવી શકો છો. કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટ કરતાં આ એક સારો વિકલ્પ છે.
- ઘી ન માત્ર ત્વચાને કોમળ બનાવે છે પરંતુ તે ડાઘ પણ દૂર કરે છે.
- જો તમારી ત્વચા શુષ્ક છે અને તે બળી રહી છે તો ઘી લગાવવું શ્રેષ્ઠ છે.
- ઘી ત્વચાને કુદરતી ચમક આપે છે. તેને વૃદ્ધત્વ વિરોધી પણ માનવામાં આવે છે. ઘી ખાવાથી અને લગાવવાથી ત્વચા ચમકતી રહે છે.
- ઘી માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં વિટામિન A અને E હોય છે જે વાળને મુલાયમ બનાવે છે.
- શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જો તમે પણ આનાથી પરેશાન છો, તો તમે સૌથી સરળ અને અસરકારક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )