શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં ઇમ્યુનિટિ વધારવા માંગો છો? આ પાંચ ફૂડને લેવાનું ટાળો, રોગોથી રહી શકશો દૂર
કોરોનાકાળમાં જો કોરોનાથી બચવું હશે તો રોગપ્રતિકારકશક્તિ હોવી તે પહેલી શરત છે. જો આપ પણ ઇમ્યુનિટિ વધારવા માંગતા હો તો આ પાંચ હેબિટને આપની જીવનશૈલીમાં સામેલ કરો, રોગોથી દૂર રહી શકશો.
હેલ્થ: કોરોનાના સંકટમાં લોકો ઇમ્યુનિટી સિસ્ટમને લઇને ખૂબ જ જાગૃત થઇ ગયા છે. કેટલીક શોધમાં પણ સાબિત થઇ ગયું છે કે, જે લોકોની રોગ પ્રતિકારકશક્તિ મજબૂત હશે તેમને સંક્રમણનો ભય ઓછો રહે છે અને જો સંક્રમિત થાય તો પણ આવા લોકો ઝડપથી રિકવર કરે છે.
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે આહારની શૈલી પર ધ્યાન આપવું વધારે જરૂરી બની જાય છે. આ માટે એ જાણવું જરૂરી છે કે, કયા પ્રકારના ફૂડનું સેવન ઇમ્યુનિટીને ઘટાડે છે.
ઇમ્યુનિટી માટે આ પદાર્થનું સેવન ટાળો
- આલ્કોહોલ ઇમ્યુનિટીને ઘડાડે છે. તો દારૂનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ઘટે છે અને તેનાથી વ્યક્તિ ઝડપથી બિમાર પડે છે. તેનુ સેવન ટાળવું જોઇએ.
- નમકનું વધુ પડતું સેવન પણ ઇમ્યુનિટીને નબળી પાડે છે.એક સંશોધનનું તારણ છે કે, ડાયટમાં નમકની વધુ પડતી માત્રા બેક્ટરિયા સામે લડવાની ક્ષમતાને ઘટાડે છે. જેથી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખવા માટે નમકનું વધુ પડતું સેવન ટાળવું જોઇએ.
- વધુ પડતા નમકની જેમ શુગર પણ ઇમ્યુન સિસ્ટમની દુશ્મન છે. પ્રમાણમાં વધુ પડતી શુગર લેવાથી પણ રોગપ્રતિકારકશક્તિ પણ ઘટે છે. તો મહામારીમાં બિમારીથી બચવા મીઠી વસ્તુનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઇએ.
- કેફિનનું વધુ પડતું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે. જો આપ ઇમ્યુનિટી વધારવા માંગો છો તો કેફિનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂવાના 6 કલાક પહેલા કેફિનનું સેવન ન કરવું જોઇએ.
- સોડા જેવા અન્ય કોલ્ડ ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી બનાવે છે. રોગપ્રતિકારશક્તિને વધારવા માટે આવા પીણાનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું જોઇએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement