Eyes Care Tips : શું કોન્ટેક્ટ લેન્સથી આંખોને પહોંચે નુકસાન?જાણો એક્સ્પર્ટે શુ આપી સલાહ
જો તમે નિયમિતપણે આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવો છો, તો તેનાથી આંખોમાં લાલાશની સમસ્યા વધી શકે છે. તે તમારી આંખોને ઘણું નુકસાન કરી શકે છે. જો કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી તમારી આંખો લાલ થઈ રહી છે, તો આ સ્થિતિમાં તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
Eyes Care : આંખો અને ચહેરાની સુંદરતા વધારવા માટે ઘણા લોકો આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવે છે. જે આપની સુંદરતા વધારે છે, પરંતુ આપની આ નાની ભૂલ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.ચાલો જાણીએ આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી થતા નુકસાન વિશે..
આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવવાના નુકસાન
આંખો થઇ શકે છે લાલ
જો તમે નિયમિતપણે આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવો છો, તો તેનાથી આંખોમાં લાલાશની સમસ્યા વધી શકે છે. તે તમારી આંખોને ઘણું નુકસાન કરી શકે છે. જો કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી તમારી આંખો લાલ થઈ રહી છે, તો આ સ્થિતિમાં તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આંખોની બીમારી થવાનું જોખમ
લાંબા સમય સુધી આંખોમાં કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખના રોગો થઈ શકે છે. તેનાથી આંખમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેમજ આંખોમાં ઝાંખપ પણ આવી શકે છે. તેથી આંખોમાં ઓછામાં ઓછા કોન્ટેક્ટ લેન્સ મૂકવાનો પ્રયાસ કરો.
આંખોમાં પડી શકે છે છાલા
જો આપ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો તેનાથી તમારી આંખોમાં ફોલ્લા થઈ શકે છે. કોન્ટેક્ટ લેન્સના કારણે, કોર્નિયા પર સફેદ અથવા ભૂરા રંગના ખુલ્લા ઘા દેખાઈ શકે છે. આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )