કોગળા કરવાથી બચી શકાય છે કોરોના વાયરસથી, હાલના સ્થિતિમાં કેવી રીતે ને શેનાથી કરવા જોઇએ કોગળા, જાણો.......
લોકો અત્યારે ગરમ પાણી અને હળદરથી કોગળા કરી રહ્યાં છે, એક્સપર્ટનુ કહેવુ છે કે કોગળા ઓરલ હાઇઝીન માટે જરૂરી છે. જો તમે તમને તાવ કે ગળુ ખરાબ થઇ રહ્યું છે તો તમારે કોગળા ફાયદાકારક છે.
નવી દિલ્હીઃ કોરોનાથી બચવા માટે લોકો જાતજાતની અને ભાતભાતની રીતો અને દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે, આમાં કેટલાય લોકો એવા છે જે ઘરગથ્થુ ઉપાયથી કોરોના સામે લડી રહ્યાં છે. દેશમાં કેટલાય લોકો ઘરે કોગળા કરીને કોરોનાથી બચી રહ્યાં છે. આમાં કોગળા કરવા હાલની સ્થિતિમાં બહુ સારો નુસ્ખો છે.
કોગળા કેમ કરવા જોઇએ?
ડૉક્ટરોનુ કહેવુ છે કે કોગળા કરવાથી ગળામાં રહેલી ગંદકી સાફ થઇ જાય છે. એટલુ જ નહીં ગળુ ખરાબ થયુ હોય કે ગળામાં સોજો આવ્યો હોય તો જલ્દીથી આરામ મળી જાય છે. ખાસ વાત છે કે લોકો અત્યારે ગરમ પાણી અને હળદરથી કોગળા કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા થઇ નથી કે આનાથી કોરોના વાયરસ મરી જશે. એક્સપર્ટનુ કહેવુ છે કે કોગળા ઓરલ હાઇઝીન માટે જરૂરી છે. જો તમે તમને તાવ કે ગળુ ખરાબ થઇ રહ્યું છે તો તમારે કોગળા ફાયદાકારક છે.
કેટલીવાર કરવા જોઇએ કોગળા?
જો તમારા ગળામાં કોઇ તકલીફ છે તો ડૉક્ટર તમને દિવસમાં કેટલીય વાર કોગળા કરવાનુ કહી શકે છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિને સવાર-સાંજ દિવસમાં ત્રણ વાર કરવા જોઇએ. ડૉક્ટર ખાધા પછી કોગળા કરવાની સલાહ આપે છે. તમે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બાદ કોગળા કરી શકો છો. ધ્યાન રહે પાણી વધારે ગરમ ના હોય. તમે ઇચ્છો તો નોર્મલ પાણીથી પણ કોગળા કરી શકો છો. કોગળા કરવાથી તમને તાવ, ગળામાં ખરાબી જેવી કેટલીય સમસ્યાઓથી આરામ મળશે. આનાથી તમે ઓરલ હાઇજીન રાખી શકો છો.
કઇ-કઇ રીતે કરી શકાય કોગળા?
બીટાડીનથી કોગળા- જો તમારુ ગળુ ખરાબ છે, ગળામાં કોઇ પ્રકારના સોજો છે કે પછી ગળામાં દુઃખાવો થાય છે, તો તમે બીટાડીન નાંખીને કોગળા કરી શકો છો. બીટાડીન એક એન્ટીબેક્ટિયરલ દવા છે, જેનાથે ઇન્ફેક્શન દુર થાય છે.
મીઠાના પાણીથી કોગળા- જો તમને કોઇ પરેશાન નથી તો તમે હૂંફાળા પાણીમાં 1 ચમચી મીઠુ નાંખીને કોગળા કરી શકો છો. તમારે દિવસમાં ત્રણ વારથી વધારે કોગળા ના કરવા જોઇએ.
હળદરના પાણીથી કોગળા- હળદરમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આનાથી કેટલાય પ્રકારની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તમે યોગ્ય માત્રામાં હળદર નાંખીને કોગળા કરી શકો છો, પરંતુ આનો વધુ પડતો ઉપયોગ નુકશાન પણ કરી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )