Covid- 19 Booster Dose: જો આપે કોવિશીલ્ડના બંને ડોઝ લીધા છે તો શું બૂસ્ટર ડોઝ કોવેક્સિનનો લેશો? જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ
ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે, રસીનો ત્રીજો ડોઝ (કોવિડ-19 વેક્સીન થર્ડ ડોઝ) 10 જાન્યુઆરીથી આપવામાં આવશે. પીએમ મોદીએ તેને પ્રિકોશન ડોઝ નામ આપ્યું છે.
Covid- 19 Booster Dose:ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે, રસીનો ત્રીજો ડોઝ (કોવિડ-19 વેક્સીન થર્ડ ડોઝ) 10 જાન્યુઆરીથી આપવામાં આવશે. પીએમ મોદીએ તેને પ્રિકોશન ડોઝ નામ આપ્યું છે.
ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે, રસીનો ત્રીજો ડોઝ (કોવિડ-19 વેક્સીન થર્ડ ડોઝ) 10 જાન્યુઆરીથી આપવામાં આવશે. પીએમ મોદીએ તેને પ્રિકોશન ડોઝ નામ આપ્યું છે. અન્ય દેશોમાં તેને બૂસ્ટર ડોઝ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં, આ ત્રીજો ડોઝ હાલમાં માત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત વૃદ્ધોને આપવામાં આવશે. જો કે, ત્રીજો ડોઝ વૃદ્ધો માટે વૈકલ્પિક છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું બૂસ્ટર ડોઝ પહેલા બે ડોઝથી અલગ હશે કે અલગ લઇ શકાય.
અમેરિકા, યુરોપ સહિત વિશ્વના તમામ દેશોનું ધ્યાન નવા વર્ષમાં માત્ર બૂસ્ટર ડોઝ પર છે. મોટાભાગના દેશોમાં, લોકોને પ્રથમ બે ડોઝથી અલગ રસી આપવામાં આવી રહી છે.નોંધનીય છે કે, ભારતમાં લોકોને કોરોનાની આ રસી ક્યારે આપવી, કોને સૌથી પહેલા મળે છે અને કઈ રસી ઉપલબ્ધ છે, તે અંગે નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે. ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ભારત સરકારે હવે સાવચેતીના ભાગરૂપે બીજી રસી આપવાની યોજના તૈયાર કરી છે.
નિષ્ણાતોના મતે ભારતમાં બૂસ્ટર ડોઝ અલગ રસીનો હશે. ઉદાહરણ તરીકે, જો તમે Covaccine ના પ્રથમ બે ડોઝ લગાવ્યા હોય, તો Covishield નો ત્રીજો ડોઝ લગાવવો પડશે. તેવી જ રીતે, જો તમે કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લગાવ્યા હોય, તો ત્રીજો ડોઝ કોવેક્સીનનો હોવો જોઈએ.
શુ કહે છે એકસ્પર્ટ
જો કે આ મુદ્દે કેટલાક નિષ્ણાતો માને છે કે, જે વ્યક્તિને રસીના પહેલા બે ડોઝ આપવામાં આવ્યા છે, તે જ રસીનો ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા ડોઝને લઈને વ્યાપક ચર્ચા થઈ છે. ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે કેન્દ્ર સરકાર 10 જાન્યુઆરી પહેલા આ અંગે સ્પષ્ટ ભલામણો જારી કરશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )