શોધખોળ કરો

Green Tea: રાત્રે ડિનર બાદ રોજ પીવો છો ગ્રીન ટી? જાણો શરીર પર શું થાય છે અસર

Benefits Of Green Tea: ઘણા લોકો ભોજન પછી ગ્રીન ટી પીવાનું રૂટીન અપનાવે છે. ચાલો જાણીએ કે, આ આદતથી શરીરમાં શું ફેરફાર થાય છે.

Benefits Of Green Tea At Night: ઘણીવાર, લોકો રાત્રિભોજન પછી જો ક્રેવિંગ થાય તો ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે આ આદતની શરીર પર શું અસર થાય છે. સામાન્ય રીતે જે લોકો રાત્રે મોડે સુધી ટીવી જોવે છે કે, કોઇ કારણોસર મોડે સુધી જાગે છે. તેમને ક્રેવિંગ થવું સ્વાભાવિક છે. આ સમયે તે ક્રેવિંગમાં કોઇ ફાસ્ટ ફૂડ કે જંકફૂડ ખાવાના બદલે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તો જાણીએ કે, આ આદતની શરીર પર શું અસર થાય  છે. 

મીઠાઈઓ કે નાસ્તાની ક્રેવિંગ ઘટાડે છે

પ્રથમ, રાત્રિભોજન પછી ગ્રીન ટી પીવાથી મોડી રાતની ભૂખ ઓછી થાય છે. ગરમ પીણા તરીકે, તે મગજને સંકેત આપે છે કે ભોજન પૂરું થઈ ગયું છે. આ ધીમે ધીમે મીઠાઈઓ કે નાસ્તાની ક્રેવિંગથી બચાવે છે. ગ્રીન ટી પીવાની આ આદત અનહેલ્ધી ફૂડ ખાવાથી બચાવે છે. 

માનસિક રીતે  રીલેક્સ ફીલ કરાવે છે

વધુમાં, આ આદત સાંજને થોડી શાંત બનાવવામાં મદદ કરી શકે છે. ગ્રીન ટી પીવાથી રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે એક નાનો વિરામ મળે છે, જે સતત સ્ક્રીન જોવાની આદતને પણ ઘટાડી શકે છે. આ તમને દિવસના અંતે માનસિક રીતે હળવાશ અનુભવવામાં મદદ કરી શકે છે.

રાત્રિભોજનની ક્વોન્ટીટીને ઘટાડે છે.

આ પરોક્ષ રીતે રાત્રિભોજનની ક્વોન્ટિટીને પણ ઘટાડે છે.  જ્યારે લોકો જાણે છે કે તેઓ ભોજન પછી ગ્રીન ટી પીવાના છે તો તે સામાન્ય રીતે થોડું ઓછું જમે છે. આ રીતે ડિનર  સંયમિત રીતે લે છે.  આ કારણે ઓવરઇટિંગથી બચી શકાય છે.  આ કારણે વેઇટ લોસમાં પણ મદદ મળે છે. ગ્રીન ટીના કારણે મેટાબોલિઝમ પણ તેજ બને છે. 

ઊંઘની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો
જોકે, દરેક વ્યક્તિ માટે ઊંઘ પર તેની અસર સરખી હોતી નથી. કેટલાક લોકોને ડિનર બાદ ચાય પીવાથી લાઇટ મહેસૂસ થાય છે, જ્યારે કેટલાક લોકોને રાત્રે ખૂબ વહેલા અથવા મોડા ચા પીવાથી ઊંઘ ન આવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, સમય અને માત્રાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.

એકંદરે, રાત્રિભોજન પછી ગ્રીન ટી પીવી એ કોઈ જાદુઈ ઉકેલ નથી, પરંતુ તે એક સુસંગત દિનચર્યા સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. આ આદત સાંજને સુવ્યસ્થિત  બનાવે  છે, બિનજરૂરી ખાવાનું અટકાવે છે અને દિવસના અંતે એક હળવી, સંતુલિત દિનચર્યા બનાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget