શું ખરેખર કાતિલ ઠંડીમાં દારૂનો નશો ઓછો ચડે છે ? જાણી લો તેનો જવાબ
શું દારૂ ઠંડા વાતાવરણમાં નશો ઓછો કરે છે ? અથવા શિયાળામાં દારૂની અસર અલગ છે ?
શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ગરમ પીણાં અને ખાસ કરીને આલ્કોહોલનું સેવન કરવાનું પસંદ કરે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં ગરમીનો અનુભવ થાય છે અને તેના કારણે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું દારૂ ઠંડા વાતાવરણમાં નશો ઓછો કરે છે ? અથવા શિયાળામાં દારૂની અસર અલગ છે ? પરંતુ શું ખરેખર દારૂ શિયાળામાં ઓછો નશો કરે છે? ચાલો આજે જાણીએ આ સવાલનો જવાબ.
આલ્કોહોલ શરીર પર શું અસર કરે છે ?
આલ્કોહોલમાં ઇથેનોલ નામનું રાસાયણિક તત્વ હોય છે જે મગજમાં ગામા-એમિનોબ્યુટીરિક એસિડ (GABA)ના રીસેપ્ટર્સને અસર કરે છે. આ તત્વ મગજની કામગીરીને ધીમું કરે છે, જેનાથી નશાનો અહેસાસ થાય છે. દારૂના નશો વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે તાજગીનો અનુભવ કરાવે છે અને તે સામાન્ય કરતાં વધુ આત્મવિશ્વાસ અને આરામ અનુભવે છે.
શું ઠંડીમાં દારૂનો નશો ઓછો થાય છે ?
ઠંડીમાં દારુનો નશો ઓછો ચડે છે કે નહીં તે વ્યક્તિની શારીરિક સ્થિતિ અને આલ્કોહોલના સેવનની માત્રા પર આધાર રાખે છે. સામાન્ય રીતે શિયાળામાં શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે અને શરીરને અંદરથી ગરમ રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આ સ્થિતિમાં, આલ્કોહોલનું સેવન પહેલાથી જ ધીમી ચયાપચય અને નીચા રક્ત પ્રવાહનું કારણ બને છે, જે શરીર પર આલ્કોહોલની અસરને ધીમું કરી શકે છે. આ સિવાય ઠંડીમાં દારૂ પીવાની અસર શરીરના તાપમાન પર નિર્ભર કરે છે. જો તમે બહાર કે ઠંડા વાતાવરણમાં આલ્કોહોલ પીતા હોવ તો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે. આને જોતા એવું કહેવાય છે કે ઠંડીના વાતાવરણમાં આલ્કોહોલથી શરીરનો નશો ઓછો થાય છે.
જો કે શિયાળામાં આલ્કોહોલનું સેવન તે સમયે ગરમીનો અહેસાસ આપી શકે છે, પરંતુ તે શરીર માટે જોખમી પણ બની શકે છે. દારૂ પીવાથી શરીરનું લઘુત્તમ તાપમાન ઘટી શકે છે, જે ગંભીર સ્થિતિ બની શકે છે. ખાસ કરીને જો તમે ઠંડા હવામાનમાં બહાર હોવ તો, આલ્કોહોલનું સેવન તમારા શરીરને ગંભીર હાયપોથર્મિયા (hypothermia) ના જોખમમાં મૂકી શકે છે.
જો તમે દરરોજ લસણની બે કળી ખાશો તો શું થશે ? જાણો ક્યા-ક્યા લાભ મળશે
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )