(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: શું આપને શિયાળામાં આપને કાનમાં દુખાવાની રહે છે સમસ્યા, જાણો તેના કારણો અને ઉપાય
Ear Pain: ડુંગળીનો રસ કાનમાં નાખવાથી કાનમાં દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. દુખાવાનો કારણો અને અન્ય ઉપાય જાણીએ
Ear Pain In Winters Reasons and Remedy: શિયાળાની સિઝન આમ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ તે અનેક બીમારીઓને પણ લઇને આવે છે. શરદી, ઉધરસ, તાવ, શિયાળામાં કાનના દુખાવાની સમસ્યા સામાન્ય છે. જો કે કેટલાક લોકો તેને અવોઇડ છે. આજે અમે આપને દુખાવાના કારણો અને તેના સરળ ઉપાય જણાવીશું.
શિયાળામાં થતાં કાનમાં દુખાવાના કારણો
સામાન્ય રીતે જોવા મળે છે કે, કાનના દુખાવાની શિયાળાની સમસ્યા વધી જાય છે. તેનું મુખ્ય કારણ શરદી છે. શરદીના કારણે નાકથી કાન સુધી આવનાર યૂસ્ટેકિયન ટ્યૂબમાં સંક્રમણ ફેલાય જાય છે. તેના કારણે કાનમાં દુખાવાની સમસ્યા સર્જાય છે.
કાનનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય
ડુંગળીનો રસ કાનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગર છે. ડુંગળીનો રસ કાઢીને તેના રસને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત નાખો. તેનાથી કાનના દુખાવાની સમસ્યા દૂર થશે. જો કે ધ્યાન રાખો કે, કાનમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખવા,
સરસવના તેલનો કરો ઉપયોગ
વર્ષોથી આપણી દાદી-નાની કાનના દુખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપતી હતી. સરસવના તેલને સૌ પ્રથમ ગરમ કરી લો અને હૂંફાળું થયા બાદ તેને બે ટીપાં કાનમાં નાખો તેનાથી દુખાવામાં રાહત થાય છે.
લસણના તેલનો ઉપયોગ
કાનમાં દુખાવો મહેસૂસ થતાં લસણના તેલનો પ્રયોગ પણ કરી શકો છો. તેના બનાવવા માટે આપ તેલમાં લસણના કળી નાખીને તેને ગરમ કરી લો, બાદ આ તેલ હુંફાળુ થયા બાદ તેના બે ડ્રોપ્સ કાનમાં નાખો, દુખાવાથી તરત જ રાહત મળશે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )